અમિત શાહ દ્વારા આજે ચાર અનુપમ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું

Spread the love

અમદાવાદમાં બીજી ૮૩ શાળાઓ સ્માર્ટ બનશે : મુખ્યમંત્રી

અમદાવાદ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અખબારી યાદીમાં જણાવે છે કે વિદ્યાર્થીઓને જીવનલક્ષી, વ્યવસાયલક્ષી,મુલ્યલક્ષી અને કૌશલ્યવર્ધક શિક્ષણ મળી રહે અને યુગાનુકુલ માળખાકીય સુવિધાઓ મળે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વિધાર્થીઓના ભણતરને “જોય ફૂલ લર્નિંગ” પ્રકારે તૈયાર કરી પીરસવાના અભિગમ થી લગભગ ૯ કરોડ ૫૪ લાખના ખર્ચે નવનિર્મિત ગાંધીનગર શાળા નંબર ૨,ઘાટલોડિયા શાળા નંબર ૨, નારણપુરા શાળા નંબર ૬ અને થલતેજ શાળા નંબર ૨ એમ ચાર અનુપમ સ્માર્ટ શાળાનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અનુપમ સ્માર્ટ શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પધારેલ ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિત શાહે સરસ્વતી માતાનું પૂજન કરી લોકાર્પણ કર્યા બાદ, વર્ગખંડોની મુલાકાત લીધી જે દરમિયાન વિધાર્થી અને શિક્ષક સાથે સંવાદ કર્યો ત્યારબાદ પોતાના વક્તવ્યમાં વિચાર પ્રગટ કરતા કહ્યું, ટેકનોલોજીથી સુસજ્જ આ શાળાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના સમન્વયમાં અભ્યાસ કરનાર ભારતનું ભવિષ્ય (વિધાર્થીઓ) આજની વૈશ્વિક સ્પર્ધાત્મક ગતિમાં સમાન રહી, વિશ્વમાં ભારતને પુનઃ અગ્રેસર સ્થાને લઈ જશે અને વિશ્વને જ્ઞાન માટે ભારત તરફ દોટ મુકવા માટે મજબુર કરશે.મા વડાપ્રધાન દ્વારા અમલીકરણ થનાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મા પ્રાથમિક શિક્ષણ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેમા વિધાર્થીના સર્વાંગીણ વિકાસ થાય તે મુજબના તબક્કાઓ આયોજિત કરેલા છે.તઓ એ હર્ષ અનુભવતા કહ્યું કે મારા મત વિસ્તાર ગાંધીનગરની કુલ ૯૬ શાળાઓ પૈકી ર૮ શાળાઓ ૧૦ ઓકટોબર સુધી સ્માર્ટ શાળામાં પરિવર્તિત થશે.

લોકાર્પણ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વમાં નામના પ્રાપ્ત કરશે જેનો આધાર બદલાતી શિક્ષણવ્યવસ્થા અને અધતન સ્માર્ટ શાળાઓ છે. આજના લોકાર્પણ બાદ ૩૨૦૦ વિદ્યાર્થીઓ સ્માર્ટ શાળાનો લાભ મેળવશે અને ટૂંક સમયમાં અમદાવાદમાં બીજી ૮૩ શાળાઓ સ્માર્ટ બનશે પરિણામે મહાનગરના બાકી રહેતા ૧,૪૦,૦૦૦ વિધાર્થીઓને સ્માર્ટ શાળાથી લાભાન્વિત થશે.

કાર્યક્રમના અતિથી વિશેષ અમદાવાદ મહાનગરના મેયર કીરીટભાઇ પરમાર તેમના પ્રાસંગિક પ્રવયનમાં જણાવ્યું કે મને ગર્વ છે કે હું પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો વિધાર્થી રહ્યો છું. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ શિક્ષણ ક્ષેત્રે તમામ આયામોને સર કરી આજે રાજ્યમાં મોખરે છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્માર્ટ શાળાઓ સ્માર્ટ સીટી ના બાળકોને સ્માર્ટ શિક્ષણ થકી તૈયાર કરી વિશ્વફલક ઉપર સ્પર્ધામાં ઉતરવા માટે સજ્જ કરશે.

આ ઉપરાંત સ્માર્ટ શાળાઓના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન,પ્રદેશ સહ સંગઠન મંત્રી પ્રદીપસિંહ વાધેલા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટ, શહેર પ્રમુખ અમિતભાઇ શાહ, મ્યુનિ.કમિશ્નર લોચન શહેરા, ડેપ્યુટી કમિશ્નર રમ્ય ભટ્ટ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ.સુજયભાઇ મહેતા, વાઇસ ચેરમેન વિપુલભાઇ સેવક, શાસનાધીકારી ડૉ.લગધીરભાઇ દેસાઇ તથા સ્કૂલ બોર્ડના સભ્યો વગેરે મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમના અંતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ.સુજયભાઈ મહેતાએ આવનાર તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે આપ સર્વે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સતત પ્રેરણા આપતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com