રાહુલ ગાંધી કાલે સવારે સાડા અગિયાર વાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર ચૂંટણીનું રણશીંગુ ફુંકશે

Spread the love

સાબરમતી આશ્રમ ખાતે બપોરે બે વાગે ભારત જોડો”યાત્રા પહેલાં પ્રાર્થના સભામાં જોડાઇ પૂજ્ય બાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ મેળવશે

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે કાલે સાડા અગિયાર વાગે અમદાવાદ આવીને રિવરફ્રન્ટ પર ચૂંટણીનું રણશીંગુ ફુંકશે ત્યારબાદ બપોરે બે વાગે ઐતિહાસિક “ભારત જોડો”યાત્રા પહેલાં કાલે કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પૂજ્ય મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાઇ પૂજ્ય બાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ મેળવશે.અને બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને રાજકીય પરીસ્થિતિની સમીક્ષા કરશે.કોંગ્રેસની નબળાઈ કે નબળા દેખાવ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ઢીલ, બુથ લેવલે નબળા મેનેજમેન્ટ જેવા કારણો માલુમ પડયા હતા તેને ધ્યાને રાખી પાર્ટીએ પ્રથમ વખત બુથ મેનેજમેન્ટ પર ભાર મુકયો હતો.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે.૧૫ મી સપ્ટેમ્બર પહેલા ૩૫ થી ૪૦ ઉમેદવારોની યાદી બહાર પાડવાની વાતની પણ સમીક્ષા થશે. વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા આજે વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસને અલવિદા કહી દીધી છે.કોંગ્રેસને ફરી જોરદાર ઝટકો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાનું રાજીનામું, કહ્યું હું જૂથવાદનો ભોગ બન્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com