અમદાવાદમાં રાહુલ ગાંધીની જાહેરાત: ત્રણ લાખ સુધી ખેડૂતોને લોન માફી, રૂ.500માં LPG સીલીન્ડર , કૉંગ્રેસની સરકાર 10 લાખ યુવાનોને રોજગારી આપશે

Spread the love

 

કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા અને તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે અને ગુજરાતમાં કોગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.

અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોગ્રેસના નેતાઓ દ્ધારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને સંદેશ રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.આજે અમદાવાદમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે.ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાતા કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કર્યું. કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા. તેમણે કહ્યું કે, આજે અહીં હજારો બબ્બર શેર આવ્યા છે. તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે અને ગુજરાતમાં કોગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.

આ કાર્યક્રમમાં અશોક ગેહલોત સહિત નેતાઓ પણ હાજર રહ્યા હતા.આ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ. આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે.ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા.

કૉંગ્રેસના નેતા સુખરામ રાઠવા, જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ,શૈલેષ પરમાર,હિંમતસિંહ પટેલ,પરેશ ધાનણી, સિદ્ધાર્થ પટેલ , પ્રતાપ દૂધાત,અમરીશ ડેર, સહિત ધારાસભ્યો પ્રદેશ અધિકારીઓ ,મુખ્ય પ્રવકતા મનીષ દોશી,હેમાંગ રાવલ સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા

સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા.ભાજપ પર આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.

મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ નીકળે છે પણ કાર્યવાહી કેમ નથી થતી ? ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં માટે ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે.સરદાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે.સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતાં તે ખેડૂતોના હિત માટે નીકળતા હતાં. તેમના વિના અમૂલ ઉભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે.કોંગ્રેસે પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતોનું 3 લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું?કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું.મૃતકોને 4 લાખ આપીશું, 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો બાટલો 500માં આપીશું અને 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું.

સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. BJP એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે,જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુધ્ધમાં જ BJP કામ કરે છે. ભાજપ 3 કાળા કાયદા લાવ્યો. ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં. જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે.આજે સરદાર પટેલ હોતો તો તેઓ કોનું દેવું માફ કરતા ઉદ્યોગ પતિઓનું કે ખેડૂતોનું હું આ સવાલ તમને પુછી રહ્યો છું. તેઓ ક્યારેય આવું કરતા નહીં.ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું.ચૂંટણી નજીક છે હું તમને કહું છું કે તમે લડો ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.

ગુજરાતના યુવાઓનું ભવિષ્ય નષ્ઠ કરી નાખે છે છતાં કોઈ પગલાં નથી લેતા. ગુજરાતના ગરીબ હાથ જોડીને થોડી જમીન માંગે તો કશું નથી મળતું. ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે.લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ .ગુજરાતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે.સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીની ગણતરી જ નથી થતી.નાના વેપારીઓની કોઈ મદદ થતી નથી.GSTથી નુકસાન છે છતાં GST ભરવો પડે છે.મોટા 4થી5 ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ પાસે છે.શું સરદાર પટેલે અંગ્રેજો પાસે આંદોલન કરવા પરમિશન લીધી હતી?ભાજપે 5 વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું. ગુજરાતની જનતાને બધું દેખાય છે.તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે. રાહુલ ગાંધી સભા સ્થળેથી સીધા સાબરમતિ આશ્રમ ગયાં હતાં. તેઓ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતાં. તેમને ગાંધીજી આશ્રમની પ્રતિકૃતિ ચરખો ભેટમાં અપાયો હતો.અશોક ગેહલોતે કહ્યું હતું કે,ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી છે. અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જોડો કાર્યક્રમ કરશે.

રાહુલ ગાંધીની મોટી જાહેરાતો

1. દરેક ગુજરાતીને 10 લાખ સુધીની સારવાર કૉંગ્રેસ આપશે, દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.

2. ગુજરાતના એવા 3 લાખ પરિવારોને 4 લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે જેમણે કોવિડ રોગચાળામાં પોતાના લોકોને ગુમાવ્યા છે.

3. ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ થશે, ખેડૂતોના વીજ બીલ માફ થશે. સામાન્ય ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે.

4. યુવાનો માટે 10 લાખ નોકરીઓ લેવામાં આવશે, જેમાં 50% નોકરીઓ છોકરીઓની હશે.

5. ગુજરાતમાં સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અંત આવશે અને યુવાનોને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

6. સમગ્ર ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે અને છોકરીઓનું KG થી PG સુધીનું શિક્ષણ મફતમાં આપવામાં આવશે.

7. ગુજરાતના દૂધ ઉત્પાદકોને 1 લિટર પર ₹5ની સબસિડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે

8. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવીશું અને છેલ્લા 27 વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com