અમદાવાદ
નાગરીકોને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર શહેરના અલગ અલગ વિસ્તારમાં મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવાનું નકકી કરાયું છે. આજે સરકારી પ્રાથમીક શાળા, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બી.એસ.સ્કુલની બાજુમાં, ચાંદખેડા, પશ્ચીમ ઝોન અમદાવાદ ખાતે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ મેડીકલ કેમ્પમાં માન.સ્ટે.કમિટી ચેરમેન હિતેશ બારોટ,દંડક અરૂણસીહ રાજપુત, હેલ્થ કમિટી ચેરમેન ભરતભાઇ પટેલ સહિત વિવિધ કમિટીના ચેરમેન તથા ડે.ચેરમેન સ્થાનિક મ્યુનિ.કાઉન્સીલરો અન્ય પદાધિકારીઓ તેમજ હેલ્થ વિભાગના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
આ મેડીકલ કેમ્પમાં એસ.વી.પી. હોસ્પિટલના નિષ્ણાંત ફીઝીશીયન, ગાયનેકોલોજીસ્ટ, સ્ક્રીન, પીડીયાટ્રીશીયન, ઓર્થોપેડીક, સર્જરી તથા નગરી હોસ્પીટલના આંખના નિષ્ણાંત(ઓપ્થોલમોલોજીસ્ટ) વિગેરે તબીબો તથા હેલ્થ ખાતાના અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસરશ્રી, દ્વારા બાળરોગ, સ્ત્રી રોગ, જનરલ મેડીકલ ચેક અપ, લેબોરેટરી તપાસ, થેલેસેમીયા મેજર- માઈનોર અંગેની તપાસ, ઈલેકટ્રો કાર્ડીયોગ્રામ દ્વારા હદયરોગની તપાસ, નિદાન તથા સારવાર આપવામાં આવી હતી.આ મેગા મેડીકલ કેમ્પના તમામ દર્દીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિના મુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ કેમ્પમાં કુલ ૮૯૪ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો વધુમાં કેમ્પ દરમ્યાન ૨૪૧ લોકોની લેબોરેટરી તપાસ તથા ૧૫ નાગરીકોના ઈ.સી.જી. કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં તપાસ દરમ્યાન તપાસ / સારવારની જરુરીયાત જણાય તેવા દર્દીઓને નજીકની મ્યુનિ.સંચાલિત જનરલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા.આગામી “ મેગા મેડીકલ કેમ્પ ” કાલે લાલાકાકા કોમ્યુનીટી હોલ,શાહપુર દરવાજા બહાર,શાહપુર (૨) ગુજરાતી શાળા નં.૦૧, સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટરની ઉપર,શાહીન ડીસ્પેન્સરીની બાજુમાં,જુહાપુરા, મક્તમપુરા વોર્ડ, દક્ષીણ પશ્ચીમ ઝોન અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.