દેશમાં મોંઘવારી બે કાબૂ છે, ત્યારે હવે એ જમાનો ગયો કે ઘરનો માણસ કમાય સૌ ખાય, ત્યારે પતિ પત્ની બધા મજૂરીમાં ચોંટી જાય ત્યારે બે ટક ભોજન મળે, ત્યારે ચૂંટણીઓના બ્યુંલો વાગી રહ્યા છે, ત્યારે અનેક નેતાઓના પોસ્ટરો બેનરો દરેક જગ્યાએ લગાવેલા જાેવા મળે છે, ત્યારે ભારતના વડાપ્રધાનના જે બેનરો લગાવેલા છે તે બેનરની પાછળ તડકાથી બચવા શ્રમજીવીઓ જે સામે તડકો આવી રહ્યો છે તે નેતાઓના બેનરો ઉપર પડી રહ્યો છે અને બેનરોની પાછળ શ્રમજીવીઓ છાપરા મેળવી રહ્યો છે ત્યારે એક બાળક ઘોડિયામાં બીજુ બાળક માતા પોતે છાયડે બેસીને બાળકને દૂધ પીવડાવી રહી છે, ત્યારે તસ્વીરની પાછળની ગરીબી પણ આવી જ છે. કોરોનાની મહામારી થી લઈને દેશમાં અનેક સમસ્યાઓ આવી, લોકડાઉન પણ આવી પણ ભારત દેશ આજે પણ બુલંદ છે. અનેક દેશોમાં ભૂખ મરાથી લઈને કપરી સ્થિતિ થઈ રહી છે, ત્યારે લોકડાઉન કોરોનાની મહામારીમાં લોકો ને અનાજની, ગરીબોને રાશન આપીને કોઈ ગરીબ ભૂખ્યો સૂવ્યો નથી, ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે ત્યારે શ્રમજીવીઓ માટે રાજકીય નેતાઓ બેનરો છાયડો બન્યા.
GJ-18 થી GJ-1 જતા હોય ત્યારે પુર પર વેગે વિકાસના કામો ચાલી રહ્યા છે, ત્યારે વિકાસના કામોમાં જે મોટો હરણ ફાળો રહ્યો છે, તે PM અને કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરોડોની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવેલ તે કામો આજે થઈ રહ્યા છે ત્યારે બેનરોનો પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વરસાદ ઉનાળામાં ગરીબોના આશિયાના બનતા હોય છે.