રાજ્ય સરકારના વહીવટી પાંખ સમાન ગુજરાત કેડરના 20 આઈ.એ.એસ અધિકારીઓ નવા વર્ષ 2020માં વય નિવૃત્ત થશે. જો કે આ અધિકારીઓ માં ટોચના અધિકારી અને નવા મુખ્ય સચિવ અનિલ મુકીમ નો પણ વય નિવૃત્તિ માં સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના સિનિયર આઈએએસ અધિકારી ઓ માં આ વર્ષે વય નિવૃત્ત થનારા અધિકારીઓમાં દીનાનાથ પાંડે ફેબ્રુઆરી મહિનામાં વય નિવૃત્ત થશે. અરવિંદ અગ્રવાલ અને અનુ ચક્રવર્તી એપ્રિલ મહિનામાં કેડી કાપડિયા મેં સી આર ખરસાણી સીએમ પાડલીયા અને એસ એમ ખટાણા આ ત્રણ અધિકારીઓ જૂન મહિનામાં વય નિવૃત્ત થશે જ્યારે પૂનમચંદ પરમાર પી એલ સોલંકી એમ એસ પટેલ સહિત ત્રણ મહત્વના અધિકારીઓ જુલાઈ મહિનામાં વય નિવૃત થનાર છે ત્યારે વર્તમાન મુખ્ય સચિવ અનિલ કિમ ઓગસ્ટ મહિનામાં કેવુ ભાઈ નિવૃત્ત થનાર છે પરંતુ કેન્દ્ર સરકાર તેમને છ મહિના નું વધારાનું એક્સ્ટેંશન આપશે તો તેઓ વર્ષ 2021 સુધી રાજ્યની બ્યુરો ક્રેસી ના સુપ્રીમ પદ ઉપર ચાલુ રહે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે આ ઉપરાંત પી ડી વાઘેલા જેઆર ડોડીયા એઆર કોઠારી આર બી રાજ્યગુરુ સપ્ટેમ્બર માસમાં નિવૃત્ત થનાર છે આ ઉપરાંત વર્તમાન ગૃહ સચિવ સંગીતા સિંહ એ જે શાહ અને એસ એમ પટેલ ઓક્ટોબર માસમાં સેવાનિવૃત્ત થશે જ્યારે અનુરાધા મલ્લ નવેમ્બર મહિનામાં અને સી.જે.પટેલ ડિસેમ્બર મહિનામાં નિવૃત્ત થશે અત્યારે નય કે ગુજરાત સરકારમાં સિનિયર મોસ્ટ અધિકારીઓનું આ એક મોટો જથ્થો વર્ષ 2020 માં સેવાનિવૃત્ત થશે તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એપ્રિલ 2020 માં વય નિવૃત્ત થઇ રહ્યા છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા તેમને એક્સ્ટેંશન મળશે કે કેમ તે જ પ્રશ્ન છે પરંતુ શિવાનંદ ઝા હાલ કાર્યરત છે ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નો કલર આપવામાં મોટો ફાળો રહ્યો છે આ ઉપરાંત રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિને થાળે પાડવા માટે તેમનો રોલ મહત્વનો સાબિત થયો છે અને ચતુરાઈપૂર્વક તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માં સફળ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે વર્ષ 2018 ના ફેબ્રુઆરી મહિનામાં તેમણે રાજ્યના પોલીસ વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો ત્યારે 1983ની બેચના શિવાનંદ ઝા આઇપીએસ અધિકારીઓ માં સિનિયર અધિકારી છે એટલું જ નહીં સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાં તેમણે પોલીસ કમિશનર તરીકે સારી કામગીરી કરી હોવાનું મનાઈ રહ્યું છે તો બીજી તરફ વર્ષ 2020માં રાજ્યના પોલીસ વડા સહિત અન્ય 10 આઇપીએસ અધિકારીઓ પણ સેવા નિવૃત્ત થઇ રહ્યા છે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી અનાર વાલા જાન્યુઆરી મહિનામાં સેવાનિવૃત્ત થશે ત્યારબાદ પ્રવીણ ગોદીયા ફેબ્રુઆરી મહિનામાં વય નિવૃત થનાર છે તો બીજી તરફ એ કે જાડેજા અને આર એફ સંગાડા માર્ચ મહિનામાં સેવાનિવૃત્ત થશે અને ત્યાર બાદ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એપ્રિલ મહિનામાં સેવા નિવૃત્ત થઇ રહ્યા છે સાથે સાથે એ સુરેલીયા બે મહિનામાં તેમાં ડીપી વાઘેલા અને ડી.એન.પટેલ જૂન મહિનામાં વય નિવૃત્ત થશે અને ત્યારબાદ એક એસી અને કમલકુમાર ઓઝા સપ્ટેમ્બર મહિનામાં વય નિવૃત્ત થઇ રહ્યા છે. આમ ગુજરાતના સનદી અધિકારીઓ અને આઇપીએસ અધિકારીઓનો મોટો જથ્થો વર્ષ 2020માં સેવાનિવૃત થઇ રહ્યો છે એટલે કે રાજ્યના 21 આઇએએસ અધિકારીઓ અને 10 આઇપીએસ અધિકારીઓ નવા વર્ષના અંત સુધીમાં તબક્કાવાર વય નિવૃત થશે જોકે આ અધિકારીઓ પૈકી કોને એક્સટેન્શન મળશે તે યક્ષ પ્રશ્ર્ન છે.