સરકારી શાળાઓનું શિક્ષણ ખાડે ગયું છે. ત્યારે સરકાર દ્વારા અનેક યોજનાથી લઈને શિક્ષકોને તગડા પગાર આપવા છતાં વિદ્યાર્થીઓને સરકારી શાળામાં લાંબા કરી શક્ય નથી. ત્યારે શિક્ષકો દ્વારા મોટા અધિવેશનો કરીને શિક્ષણ મંત્રી ને બોલાવીને પોતાની વાહ વાહ કરાવીને પોતાની માંગણીઓ સંતોસવા અનેક તરકીબો કરતા હોય છે. ત્યારે શિક્ષકો એવી તરકીબો અજમાવે કે જેથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દોડે તગડો પગાર છતાં હજુ માંગણીઓ ચાલુ શિક્ષકોની અને કામમાં ભમેડો ના કારણે પ્રાથમિક શાળા બાદ માધ્યમિક શાળાઓને બંધ થતાં હવે પ્રાઇવેટ શાળાઓ માલામાલ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ત્યારે એવું લાગીરહ્યું છે કે, સરકારી શાળાના શિક્ષકોએ પ્રાઈવેટમા મોકલવા સોપારી લીધી હોય તેવું લોકોના મોઢે સાંભળવા મળી રહ્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારી સ્કૂલોમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ખાનગી સ્કૂલોના વિદ્યર્થીઓ સરકારી સ્કૂલોમાં પ્રવેશ લઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ સરકારી સ્કૂલોને જ બંધ (મર્જ) કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક સ્કૂલો બાદ હવે માધ્યમિક શાળાઓને પણ મર્જ કરવાની વિચારણા ચાલી રહી છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે, ૩૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી હોય તેવી ૧૬૦ જેટલી સરકારી માધ્યમિક શાળાઓ બંધ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ મુદ્દે શિક્ષણ સચિવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ થઇ શક્યો ન હતો.
રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ કેટલાક શહેરી વિસ્તારોમાં નજીકના વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે. જેના કારણે શિક્ષકોનું મહેકમ પણ વધ્યું હતુ. જેથી શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી આવી સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં પ્રથમ ૧૦૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં આ મુદ્દે શિક્ષણ જગતમાં વિરોધ થયો હતો. જેના ભાગરૂપે ૩૦થી ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી સ્કૂલોને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધી પ્રાથમિક સ્કૂલોને મર્જ કરવામાં આવી નથી પરંતુ તાલુકા કક્ષાએ આ પ્રકારનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. જોકે હવે આગામી દિવસોમાં સરકારી પ્રાથમિક શાળાઓની માફક માધ્યમિક શાળાઓને મર્જ કરવા માટેની વિચારણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે અંગે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેઠક પણ યોજાઈ હતી જેમાં અંદાજે ૧૬૦ જેટલા હાઈસ્કૂલોને મર્જ કરવાની વિચારણા થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
૩૦થી ઓછી સંખ્યા છે તેવી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વધે તેવા પ્રયાસો કેમ નહીં ?
૩૦થી ઓછી સંખ્યા વાળી સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે ત્યારે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યાં છે કે, આવી સ્કૂલોને અન્ય સ્કૂલોમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે પરંતુ તે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવા પ્રયત્નો કેમ કરવામાં આવતા નથી. રાજ્યમાં અનેક જગ્યાએ સરકારી સ્કૂલની સાવ નજીકના અંતરમાં ચાલતી ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સખ્યા દર વર્ષે વધતી હોય છે તો આવી સરકારી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ.
હાઇસ્કુલો મર્જ થશે તો ગ્રામ્ય વિસ્તારની વિર્દ્યાર્થિનીઓને મુશ્કેલી સર્જાશે
શિક્ષણ નિષ્ણાંતોના જણાવ્યાં પ્રમાણે, સરકારી માધ્યમિક સ્કૂલો શરૂ કરવાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની વિર્દ્યાર્થિનીઓને શિક્ષણ મળે રહે તે માટેનો હતો. કારણ કે, દરેક ગામની પ્રાથમિક શાળાનો ધોરણ.૧થી ૭ સુધીનો અને હવે ધોરણ.૮ સુધીનો અભ્યાસ કર્યા બાદ માધ્યમિકનો અભ્યાસ કરવો વિર્દ્યાર્થિનીઓ માટે મૂશ્કેલી ભર્યો થઈ જતો હતો. કારણ કે, દરેક ગામની નજીક હાઈસ્કૂલો નહોતી જેના કારણે પ્રાથમિક પછી ગામડાની વિર્દ્યાર્થિનીઓ ભણવાનું છોડી દેતી હતી. જેથી ધોરણ.૭ અને હવે ૮ પછીનો ડ્રોપ આઉટ રેસિયો વધુ હતો અને એમા પણ વિદ્યાથિનીઓનું પ્રમાણ વધુ જોવા મળતુ હતુ. જેથી આ વિર્દ્યાર્થિનીઓનો આગળનો અભ્યાસ ચાલે તેના માટે સરકારી હાઈસ્કૂલો શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે ઓછી સંખ્યાના કારણે આ સ્કૂલો મર્જ થઈ જશે તો તેની આસપાસના ગામડાની વિર્દ્યાર્થિનીઓ માટે મુશ્કેલી સર્જાશે.