ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ ઢબુકા રહ્યા છે, ત્યારે ભાજપના પ્રદેશ સુપ્રિમો એવા CR પાટીલ દ્વારા ભાવનગર ખાતે ભારતના વડાપ્રધાન સૌથી વધારે ટીકિટો વિધાનસભાની મહિલાઓને આપવાનું વિચારી રહ્યા હોવાનું સ્ટેટમેન્ટ CR પાટીલ દ્વારા આપતાં મહિલાઓમાં અનેક વર્ષોથી કામ કરતી મહિલાઓ બાયોડેટા તૈયાર કરવાની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
CR પાટીલે મહિલા સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું હતું કે એક માત્ર ભાજપે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ આ વખતે બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારી રહ્યા છે ગુજરાતમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે મોદી ચિંતિત બન્યા હતા અને સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી હતી. પાટીલે એ આજે સાધુ સંતોના કેટલાક પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્નો અને મહિલાઓના પ્રશ્ને તાકીદે ઉકેલવામાં આવશે તેવી હામ ભરી હતી. ભાવનગરમાં વન ડે વન ડિસ્ટ્રીકટમા ભાગ લેવેલા સી આર પાટીલે જિલ્લા પ્રમુખ મુકેશ લનગળીયાના વિરોધ મામલે પણ સ્પષ્ટતા કરી હતી. કારડીયા રાજપૂત સમાજ અને ગીતા કોતરે દ્વારકામાં શરૂ કરેલા અનશન મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે માત્ર મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરું છે કે હકીકત છે તે અંગે તપાસ કરીશું. ગીતા કોતરે દ્વારકામાં શા માટે અનશન શરૂ કર્યા તે પણ તપાસનો વિષય છે. ગીતાબેને ભાવનગર કે ગાંધીનગરમાં કેમ ઉપવાસ ના કર્યા તેવા સવાલ પણ સી આર પાટીલે એ ઉભા કર્યા હતા.
ચૂંટણી નજીક આવતાની સાથે જ નિલમબાગ પેલેસ ખાતે રાજકીય આગેવાનોનો ધસારો વધી ગયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાવનગરના રાજવી પરિવારને મળ્યા હતા. દિલ્લીના CM કેજરીવાલ બાદ હવે પાટીલે મુલાકાત છે. ભાવનગરમા યુવરાજ જયવીરરાજસિંહ સાથેની આ શુભેચ્છા મુલાકાતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
GJ-18 ખાતેના માણસા, કલોલ, દહેગામ, GJ-18 ઉત્તર, દક્ષિણ ની તેમ ૫ સીટો આવે છે, ત્યારે આજદિન સુધી ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર વિધાનસભામાં કોઇજ ઉમેદવાર તરીકે આજદિન સુધી જાહેર કરી નથી,ત્યારે ઝ્રઇ પાટીલના નિવેદન બાદ અનેક મહિલાઓમાં ગલગલીયા ધારાસભ્ય બનવાના થઇ રહ્યા છે,
PM દ્વારા મહિલાઓને ધારાસભ્યની ટીકીટ વધુ મળે તે વિચાર સારો છે, પરંતુ સરપંચ, તાલુકા, સદસ્ય, જિલ્લા પંચાયતની સદસ્યની ચૂંટણીઓમાં મોટાભાગની મહિલાઓનો વહીવટ તેમના પતિ દેવો કરતાં હોય છે. ત્યારે વિધાનસભામાં તો અંદર જવાતું નથી, પણ વહીવટ ના કુશળ મહિલા હોય તેમને ટીકીટ મળે, તે જરૂરી છે.GJ-18 ખાતે જાેવા જઇએ તો લાંબુુ લીસ્ટ બને તેમ છે, તેમાં ખાસ ઉત્તરની અને દક્ષિણની બેઠકમાં અનેક મહિલાઓ બાયોડેટા બનાવવા તત્પર બની છે, ત્યારે ચાલુ હાલ નગરસેવક અને વર્ષો જુના કાર્યકર તરીકે અનેક મહિલાઓના બાયોડેટા થોડા જ દિવસોમાં પ્રદેશ કક્ષાએ પહોંચી જાય તો નવાઇ નહીં,