ખેડૂતો, મજૂરો, પશુધન સાથે સંકળાયેલાની સમસ્યાનું ઉકેલ લાવવા તેલંગાણા મોડલનું અમલી કરણ કરો ઃ ભરતસિંહ ઝાલા

Spread the love


ગુજરાત નાગરીક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના પ્રમુખ ભરતસિંહ ઝાલા તથા તેમની ટીમે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રૂબરૂ મંત્રીની મુલાકાત લીધી હતી. ત્યારે ગુજરાતના તમામ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો મજદૂરો કે પશુધન ચાલકોને જીવન જીવવું મુશ્કેલી ભર્યું બન્યું છે, એક બાજુ કુદરતી આપત્તિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ડીઝલ, વીજળી, ભૂંડ કે અન્ય જંગલી જાનવરો પણ ખેડૂત ઉત્પાદન પાકનો દાટ વાળી રહ્યા છે, તેની સામે ઓછું કે અપૂરતું ઉત્પાદન, ઉત્પાદન ખર્ચ, બમણી ખોટ નો શિકાર બનવું પડે છે. ૨૦૧૬ થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોનું પ્રીમિયમ લેવામાં આવ્યું પરંતુ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વળતર ચૂકવેલ નથી. આ વીમા કંપનીઓએ મોહમ્મદ ગજની કરતા પણ વધુ લૂંટ કરી છે, હાલની મોંઘવારી અને ફુગાવાના આધારે ઉત્પાદનના પુરા ભાવ મળતા ન હોય ટેકાના ભાવથી ખેત ઉત્પાદનની ખરીદી કરવા આયોજન કરવામાં આવતું નથી પરિણામે ખેડૂતોને ઓછા ભાવે ઉત્પાદન વેચવા મજબૂર થવું પડ્યું છે, કુદરતી આપત્તિમાં કદી સમયસર પુરુ વળતર મળતું નથી, ખેત ભાગીદાર મજદૂરને પાક નિષ્ફળ જતા કે ઓછો પાક થતાં એમને કરેલી મહેનતાણું પણ મળતું નથી, પશુપાલન કરતા ને તો મુશ્કેલીનો કોઈ પાર નથી… જેની સામે ખોળ-ખાણ મોંઘા થયા, ડેરીઓ વાળા દૂધના ભાવ આપતા નથી, મોંઘવારીના આધારે સુકો કે લીલો ઘાસચારો મેળવવો મુશ્કેલ, ખાણ અને પશુપાલન કરવા વ્યક્તિની મજૂરી પણ નીકળતી નથી, સમગ્ર રાજ્યમાં ગૌચર/ઢોરવાડા રહ્યા નથી, શહેર વિસ્તારમાં ઢોરને ઊભા રહેવા જગ્યા નથી તો આપણા સાચા અર્થમાં સમસ્યા સમજી અને હલ કરવા આયોજન બનાવી અમલીકરણ કરવું જાેઈએ. તો અમોએ આજ દિન સુધી કરેલ રજૂઆત અને આજે જે રજૂઆત કરી રહ્યા છે તેની સંવેદના સહાનુભૂતિ નો અભિગમ રાખી તાત્કાલિક અસરથી યોજના બનાવી અમલ કરવા વિનંતી.
• ગુજરાત રાજ્યના તમામ સર્વે નંબરમાં સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે, વીજળી કે ડીઝલ એન્જિન નો ખર્ચ સરકાર ભોગવે, ડાયરેક્ટ ખેતરમાં પાણી આપવા શું આયોજન કરવામાં આવે (તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોને વિનામૂલ્ય સિંચાઈ સુવિધા અપાય છે) ખેડૂતોને સરકાર દ્વારા ખેતી વાવણી ખર્ચ કે જેમાં નાના-મોટા ખેડૂતોને એકરે ૧૫ હજાર રૂપિયા આપવામાં આવે (તેલંગાણા સરકાર દસ હજાર રૂપિયા એકરદીઠ આપે છે)
• રાજ્યમાં તાલુકે-તાલુકે કૃષિ આયોગ બનાવવામાં આવે જેથી કરીને ખેડૂતો, મજદૂરો, પશુધન સાથે સંકળાયેલ લોકો સાથે બેસી ચર્ચા કરી તેમની સમસ્યા હલ કરવા દર પંદર દિવસે અધિકારીઓ સાથે ચર્ચાનું આયોજન કરી અમલ કરાવે
• રાજ્યના તમામ ખેડૂત ઉત્પાદનના પુરા ભાવથી ઉત્પાદન ખરીદી કરવા અમલ કરવામાં આવે, સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવ્યા છે પરંતુ ગુજરાતમાં ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવેલ નથી…તો ખેડૂતોના સમગ્ર દેવા નહીં પણ બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે
• ગુજરાત રાજ્યમાં ખેડૂતોની જમીન ની હરરાજી કરવામાં આવે છે તે ખૂબ જ નિંદનીય છે તે હરરાજી રદ કરી ખેડૂતોએ લીધેલ મૂળ લોન હપતા કરી લોન વસૂલવા કાયદો બનાવવામાં આવે, એમાં પણ કુદરતી આપત્તિમાં પાક નુકસાન થયું હોય તો લોન માફ કરી નવું ધિરાણ આપવામાં આવે
• દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આત્મહત્યા અટકાવવા યોગ્ય નીતિ બનાવવામાં આવે, આત્મહત્યા ખેડૂત પરિવારને જીવન જીવી શકે તેવી આર્થિક મદદ રહેઠાણ તથા તેના બાળકોને શિક્ષણ એના પત્ની અને એના માતા-પિતાને આર્થિક મદદ કરવામાં આવે
• તેલંગાણા સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂતોનો એલઆઇસી દ્વારા વીમો લીધેલ હોય તેને કુદરતી મોત થાય તો પણ ખેડૂત પરિવારને પાંચ લાખની આર્થિક મદદ મળે છે, તો ગુજરાત સરકાર અકસ્માત થી મોત થયા હોય એને વળતર ચૂકવી આપે છે પણ કુદરતી મોત નીપજયુ હોય તો વળતળ આપતા નથી તોકુદરતી મોત નિપજેલ હોય તેને પણ પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાનું આયોજન કરે
• ખેત મજૂરી કરતા પરિવારને તેના બાળકોને શિક્ષણ આરોગ્ય સેવા આપવા આયોજન કરવામાં આવે
• ખેત ઉત્પાદન ઓછું થાય તો લઘુતમ વેતન મુજબ ૨૦૦ દિવસની રોજગારી ચૂકવવામાં આવે
• પશુ સહાય હાલ ના બજાર કિંમતે તેમજ દૂધના ભાવ અને ખેત ઉત્પાદનના પુરા ભાવથી ખરીદી કરવા આયોજન કરવામાં આવે
• ડીઝલના એક લીટર ના ભાવ છે તેમ એક કિલો ખેત ઉત્પાદનના ટેકાના ભાવ આપવામાં આવે
ટૂંકમાં સાહેબ તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો મજૂરો તથા પશુપાલન કરનારા માન સન્માન પૂર્વક જીવન જીવી શકે તેવી વ્યવસ્થા/અમલ કરવા અમો રજૂઆત કરી રહ્યા છીએ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની તથા અન્ય વીમા કંપનીઓ ઉપર ફોજદારી કાર્યવાહી હાથ ધરી ખેડૂતોને વળતર ચૂકવવા કાર્યવાહી હાથ ધરવામાં આવે… તેવી અમારી રજૂઆત ધ્યાને લેવા વિનંતી. રાજ્ય સરકાર દ્વારા એક કમીટીની રચના કરી તેલંગાણા મા સિંચાઈ સુવિધા તેમજ ખેડૂતો ને વળતળ તેમજ કૂષી આયૌગ કે અન્ય જન હિત મા નિતી બનાવવા મા આવેલ તે રૂબરૂ મુલાકાત કરી તેના કરતાં પણ સારી યૌજના બનાવી સરકાર અમલ કરવા આગળ આવે, ખેડૂતો ખેતી ખર્ચ આપે સિંચાઈ સુવિધા આપે તો ખર્ચ ઘટે અને આવક વઘે , તેલંગાણા મા ખેતી છોડી જીવન નિર્વાહ કરવા ગામ છોડી ગયેલાં ખેડૂતો હવે તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતો ને ખેતી ખર્ચ આપે પાણી સરકારી ખર્ચે મલતા તમામ ઉત્પાદન ની ખરીદી થતા ખેડૂતો ગામ મા પાછાં ફર્યાં છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com