આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે આજે ત્રીજી 10 ઉમેદવારોની યાદી જાહેર કરી : કુલ ૨૯ ઉમેદવારો જાહેર

Spread the love

 

ખેડૂતો, વેપારીઓ, આદિવાસીઓ, મહિલાઓ, કર્મચારીઓ વગેરે તમામ વર્ગ માટે અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી છે: ગોપાલ ઇટાલિયા

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે અરવિંદ કેજરીવાલે આપેલી ગેરેન્ટીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિચારો ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહ્યા છે. ખેડૂતો, વેપારીઓ, આદિવાસીઓ, મહિલાઓ, કર્મચારીઓ વગેરે તમામ વર્ગ માટે ગેરંટી આપી છે.સરપંચો કો ઓપરેટીવ સેક્ટરના આગેવાનો અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓ તથા નેતાઓ તમામ લોકો દિવસેને દિવસે ખુબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ધીરે ધીરે ગુજરાતમાં એક ક્રાંતિનું રૂપ લઈને આગળ વધી રહી છે.આમ આદમી પાર્ટીએ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મજબૂત ટક્કર આપી સરકાર બનાવવા માટે અગાઉ ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી.

આજે અમે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

માંડવી બેઠકથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. કૈલાશદાન ગઢવી એક પ્રતિષ્ઠિત વેપારી છે. તેઓ CA પણ છે. તેઓ વેપારી વર્ગ વચ્ચે ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે .

અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી દિનેશ કાપડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે દિનેશભાઈ નિવૃત્ત મામલતદાર તરીકે હાલ કાર્યરત છે તેઓએ ખૂબ જ ઉપયોગી કામ કરીને સમાજસેવા કરી છે અને દાણીલીમડા વિધાનસભામાં નામના મેળવી છે.

ડીસા વિધાનસભાથી ડો.રમેશ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ડો.રમેશ પટેલ એક ઓર્થોપેડિક સર્જન છે. તેઓએ આરોગ્યના ક્ષેત્રમાં ગરીબ લોકોની ખૂબ જ સેવા કરી છે અને તેમને ખૂબ જ મદદરૂપ થયા છે. તેમણે નાના માણસોના ઘણા બિલ પણ માફ કર્યા છે અને ડીસાની અંદર આરોગ્ય ક્ષેત્રે ખૂબ નામ ધરાવતા વ્યક્તિ છે.

પાટણ વિધાનસભામાંથી લાલેશભાઈ ઠક્કરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. લાલેશભાઈ એક સામાજિક અગ્રણી છે. પાટણ પંથકના વિસ્તારોમાં તેમણે ગૌ સેવા, રક્તદાન, ગરીબ મહિલાઓને સહાયતા આપવી એમ એવા અનેક સમાજ સેવાના કાર્યોથી સંકળાયેલા છે.

અમદાવાદની વેજલપુર સીટ પરથી કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જેઓ એક પ્રતિષ્ઠિત વ્યવસાયકાર છે. ગણેશ હાઉસિંગના પ્રોજેક્ટના માધ્યમથી અમદાવાદમાં તેઓ ખૂબ પ્રતિષ્ઠિત છે.

વડોદરામાં સાવલી વિધાનસભામાંથી વિજયભાઈ ચાવડાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. વિજયભાઈ એક સામાજિક અગ્રણી છે. આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ ક્રાંતિકારી સભ્ય છે.

ખેડબ્રહ્મા વિધાનસભામાંથી બીપીનભાઈ ગામેતીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. બીપીનભાઈ આમ આદમી પાર્ટીના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ છે. આ સિવાય તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી જ તાલુકા પંચાયતની સીટ પણ હાલમાં જીતેલા છે. વ્યવસાયે તેઓ શિક્ષક છે અને આદિવાસી સમાજમાં તેઓએ શિક્ષણને લઈને ખૂબ જ સારું કામ કર્યું છે.

નાંદોદ રાજપીપળા સીટ ઉપરથી પ્રો.પ્રફુલ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. કેવડિયા બચાઓ આંદોલન સમિતિના તેઓ પ્રણેતા રહ્યા છે અને કેવડિયા વિસ્તારમાં આદિવાસી વિસ્તારના જમીન બાબતે નેતૃત્વ કરી ચૂક્યા છે. આદિવાસી સમાજની જમીન બચાવવા માટે ખૂબ જ ફાળો આપી ચૂક્યા છે.

પોરબંદર વિધાનસભાથી જીવણભાઈ જુંગીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જીવણભાઈ માછીમાર સમાજના સામાજીક અગ્રણી છે. અને માછીમાર સમાજના જેટલા પણ સામાજિક પ્રશ્નો હોય છે કે માછીમાર ભાઈઓ માછલી પકડવા જતા ભૂલથી જ્યારે પાકિસ્તાન બોર્ડરએ પહોંચી જાય છે અને તેમને પકડી લેવામાં આવે છે તે બાબતે જીવણભાઈ ખૂબ જ લડી રહ્યા છે.

તાપી જિલ્લાની નિઝર સીટ ઉપરથી અરવિંદભાઈ ગામીત ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. અરવિંદભાઈ હાલમાં ડેરીના ડિરેક્ટર છે. ખૂબ મોટા દિગ્ગજ કો-ઓપરેટીવ સેક્ટરના સહકારી આગેવાન છે. અને તાપી વિસ્તારની અંદર ખેડૂતો સાથે સીધી રીતે સંકળાઈને ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને ખૂબ સારી રીતે તેઓ મદદ કરી રહ્યા છે, તેમની સેવા કરી રહ્યા છે.

પ્રથમ યાદી

બીજી યાદી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સૂચનથી યાદી તૈયાર કરવામાં આવી હતિ. ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક, ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી એક એક વિસ્તારમાં આગળ વધી રહી છે. હાલમાં ડોર ટુ ડોર ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ ચાલુ છે. એ કેમ્પેઇનની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ લઈ રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com