અર્બન નક્સલીને ટીકીટ, આંખમાં તેલ નાખીને જાગતા રહેજાે, મુંગેરીલાલના સપના જાેતી” આપ” વરસાદ પડે દેડકા બહાર આવી ગયા છે ઃ CR પાટીલ

Spread the love

ગુજરાતમાં ચૂંટણીઓના માંડ બે મહિના બાકી છે, ત્યારે ચૂંટણીઓના પ્રચારમાં તેજી આવી ગઈ છે, ભાજપ, કોંગ્રેસ, આપનો ત્રીપાંખીયો જંગ જામવાનો છે, ત્યારે જાેવા જઈએ તો આમ આદમી પાર્ટી દ્વારા ૨૯ જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે, ક્યારે વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ચાર રસ્તા પાસે જિલ્લા ભાજપ દ્વારા બનાવવામાં આવનાર કાર્યલયનું ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, જે પાર્ટી ભાડાના ટટ્ટુ રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરાવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અર્બન નક્સલાઇઝ લોકોને પાર્ટી ટિકિટ આપે છે. આવી પાર્ટીનું ગુજરાતમાં કોઇ સ્થાન નથી. જેથી આંખમાં તેલ નાખીને જાગતા રહેજાે.
એક જ ઉમેદવાર જીત્યો, નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવી એટલે પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય બની ગઇ છે. જેમ ચોમાસામાં વરસાદ પડે અને દેડકા બહાર આવી જાય છે, તેમ પાર્ટીઓ આવી ગઇ છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગરમાં મેયર બનાવવાના સપના જાેતી હતી. તે પાર્ટીનો માત્ર એક જ ઉમેદવાર જીત્યો છે અને પાર્ટી હવે ગુજરાતમાં સત્તા મેળવવાનાં સપનાં જાેઇ રહી છે. પરંતુ, ગુજરાતની પ્રજા આવી પાર્ટીને સારી રીતે ઓળખે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૫.૫૦ લાખ સરકારી નોકરી છે, ત્યારે આ પાર્ટી ૧૦ લાખ લોકોને સરકારી નોકરી આપવાની વાતો કરી રહી છે. આટલું હળાહળ જુઠ્ઠું બોલે તેવા પહેલીવાર જાેયા છે. પાણી અને વીજળી મફત આપવાની શોધ કરનાર પાર્ટીને ગુજરાતની પ્રજા ઓળખી ગઇ છે. નર્મદાના નીરથી કચ્છના અને સૌરાષ્ટ્રના લોકોને ૧૫ વર્ષ વંચિત રાખ્યા તેવા ??મેધા પાટકરને આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવારબનાવ્યા હતા. અર્બન નક્સલાઇઝ લોકોને પાર્ટી ટિકિટ આપે છે. તેવા લોકોને ગુજરાતમાં પેંસવા ન દેવાય, આંખમાં તેલ નાંખીને જાગતા રહેજાે. કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના માજી પ્રમુખે ભારત જાેડો યાત્રામાં ગુજરાતને બાકાત રાખ્યું છે.ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોતે એક વિકાસનું મોડેલ છે. ગુજરાત ભાજપના કાર્યકર્તા દેશના ભાજપ કાર્યકર્તા માટે મોડલ કાર્યકર્તા છે. દેશના ભાજપ કાર્યકર્તા પણ ગુજરાત ભાજપ કાર્યકર્તાની કામગીરીનું અનુકરણ કરે છે. જીત મેળવવી એ ભાજપ કાર્યકર્તાની પરંપરા છે. ભાજપ માટે કહેવાય છે પાર્ટી વિથ ડિફરન્સ. ભાજપ બે દસકાથી એકપણ ચૂંટણી હારી નથી, કેમકે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા છે. ભાજપના કાર્યકર્તાઓએ ૧ કલાકમાં ૮ કરોડનું ફંડ ભેગું કર્યું, જેનો ગર્વ છે.
આજે ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી ફાળવેલ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદે એમ્બ્યુલન્સની પૂજા કરી હતી. તે બાદ ભાજપના અગ્રણીઓએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી આપી હતી. આ પ્રસંગે વડોદરા શહેર-જિલ્લા ભાજપાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com