ગાંધીનગર ગાંધીનગર જિલ્લા ના માણસા તાલુકા માં આવતા ડોડીપાર પંચાયત અને અનોડિયા રેવન્યુ આવતા ગર્લતેશ્વર મહાકાળી માતાજી ના મંદિર પાસે અને સાબરમતી નદી ના પુલ ની નીચે ભૂ માફિયા ઓ દ્વારા ખુલે આમ ટ્રેકટરો ભરી કરાતું રેતી ચોરી નું ખનન….પરસ્તુત વિગત પ્રમાણે સાબરમતી નદી ના પટ માં અને ગર્લતેશ્વર મંદિર નજીક આવેલ પુલ ની નીચે નંબર પ્લેટ વગર ના ટ્રેકટરો દ્વારા ખુલે આમ રેતી ભરી લેવા માં આવેછે અને તેમાં રેતી ભરવા માટે ટ્રેક્ટર ની તો પરવાનગી હોતી નથી. ખાલી ટ્રબા ની જ પરવાનગી આપેલ છે.. ટ્રેક્ટર ભરવા માટે નદી ના પટ માં એન્ટ્રી પણ નથી કે ટ્રેક્ટર વારા પાસે કોઈ જાતની પાસ કે પરમીટ પણ હોતું નથી કે ટ્રેક્ટર ની કે ટ્રોલી ની નંબર પ્લેટ પણ હોતી નથી.. અને જાણે કોઈ ભુસ્તાર કે ખાણ ખનીજ વિભાગ નો દર ના હોય તેમ ખુલે આમ નદી ના પટ માં અને પુલ નીચે ટ્રેક્ટર ની લાઈનો લગાવવા માં આવે છે. એક ભરાય જાય અને એક આવે હમણાં થોડા દિવસ અગાઉ પણ હિંમતનગર અને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવા માં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ ઠેર ના ઠેર જ છે. જે પ્રસ્તુત વિડિઓ માં અને ફોટો માં દેખાય રહી છે. આ અગાઉ ભૂ માફિયા ઓ અને અમુક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલા ની પણ ફરિયાદ માણસા પોલીસ સ્ટેશન માં દાખલ કરવા માં આવી છે. જાે પરિસ્થિતિ આમ ની આમ જ રહેશે તો કોઈ મોટુ નુકસાન થાય તેની નવાઈ નહિ. શું ફરજ પરના અધિકારી દ્વારા આંખ આડા કાન કરવા માં આવે છે કે પછી આંખ આડા હાથ ધરવા માં આવેછે? તે પણ લોક ચર્ચા નો વિષય બન્યો છે. કેમ ટ્રેક્ટર વારા ઓ પર કોઈજ જાતની કાર્ય વહી કરવા માં આવતી નહિ હોય?
શું અધિકારી ઓ દ્વારા દરોડા તો પાડવા માં આવ્યા પણ મોટા મોટા સાધનો જ જપ્ત કરવા માં આવેછે. ખુલે આમ નદી ના પટ માં રેતી નું ખનન કરી ચોરી છુપે ટ્રેક્ટર ભરવા વારા ઓ પર કેમ કોઈ કાર્ય વહી કરવા માં આવતી નથી તે પણ વિચાર વા જેવુંજ છે.. શું દરોડા પાડ્યા પહેલા બાતમી આપી દેવા માં આવતી હશે? તે પણ ચર્ચા નો વિષય બની ગયો છે.. શું આમ નું આમ જ ચાલછે કે પછી કોઈ પરિવર્તન આવેછે.. કે પછી આમ પબ્લિક અને જનતા હાલાકી નો ભોગ બન છે.. વધુ આવતા અંકે..