દેશમાં વાહનોના ભાવ વધી રહ્યા છેત્યારે અત્યારે સૌથી વધારેવાહનનું ચલણ હોય તો તે એકટીવા નું છેત્યારેએકટીવા જેવું ટુવિલર અત્યારે એક લાખની આસપાસ ભાવ થઈ ગયા છે વાહન ચોરો નવા કરતા જુના વાહનો પર તરાપ વધારે મારે છે, ત્યારે જુના વાહનોના તાળા ખોલવા આસાન હોવાથી આ વાહનો વધારે ચોરી થાય છે. ત્યારે જીજે 18 ખાતે વાહન ચોરીના અનેક બનાવો બનતા પોલીસ પણ સફાળી જાગીને ઇલેક્ટ્રિશિયન જેવા વ્યક્તિ વાહન ચોરીમાં સામેલ હોવાની પૃષ્ટિ સાથે ઘર પકડ કરી છે,સામાન્ય રીતે વાહનનાં લોક જુના થઈ જાય એટલે મોટાભાગે કોઈ વાહન માલિક એ તરફ બહુ ધ્યાન આપતા નથી. વાહન માલિકને એમ હોય છે કે વાહન જુનું થયું એની સાથે લોક પણ જુનું થાય એ સ્વાભાવિક હોય છે. જો કે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમે એક એવા ચોરને ઝડપી પાડયો છે કે જે વાહનના જુના લોક આસાનીથી ખોલી દેવાની ટેકનિકનો જાણકાર છે.ગાંધીનગર જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા તેમજ અગાઉ વાહન ચોરીમા પકડાયેલ આરોપીઓની વોચમાં રહી પરીણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓની સ્થળ વિઝિટ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વવારા તેમજ ટેકનીકલ સપોર્ટ આધારે વધુમા વધુ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવાની દિશામાં કાર્યરત હતી.પૂર્વ બાતમીના આધારે હરેશભાઇ અમૃતલાલ જાદવ (રહે. ચરેડી છાપરા,સેક્ટર 28, મૂળ રહે વિવેકાનંદ નગર ,કોલવડા)ની એક્ટિવા સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછમાં પોતે ઇલેક્ટ્રિશિયન તરીકે છૂટક કામ કરતો હોવાની કહી સેકટર – 21 પોલીસ મથકની હદમાંથી તેમજ એક એક્ટિવા ચાંદખેડા પોલીસ મથકની હદમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.