ગુજરાત વાલી મંડળ પ્રમુખ આશિષ કણઝરીયા
સાત દિવસમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો આગામી ગુરુવારે સવારે ૧૧.૦૦ વાગે મ્યુનિ. કચેરીમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરાશે
અમદાવાદ
ગુજરાત વાલી મંડળના પ્રમુખ આશિષ કણઝરીયાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલની લાખો રૂપિયાની ફીસ મંજુરી સામે સ્કૂલના કૅમિટી મેમ્બર્સ , મેયર, કૅમિશનર , સ્ટેન્ડિંગ ચેરમેન , સ્કૂલ બોર્ડ ચેરમેન , ફીસ રેગ્યુલેશન સમિતિ ચેરમેનને લેખિત આવેદન પત્ર આપ્યું હતું. ૭ દિવસ માં ફી વધારો પાછો નહિ ખેંચવામાં આવે તો વાલી મંડળ દ્વારા તારીખ ૧૫/૦૯/૨૨ ના સવારે ૧૧.૦૦ વાગે મ્યુન્સિપાલ કચેરીનાં કોમન પ્લોટ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં આવશે.
અમદાવાદમાં મીઠાખળી ખાતે આવેલી મહાત્માં ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ જે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પી.પી.ટી. ધોરણે ૯૯ વર્ષનાં ભાડા પટ્ટે નહિ નફો, નહિ નુકશાનની શરતે ફાળવેલ છે. આ સ્કૂલની ૨.૫૦ લાખથી વધારે ફીસ એફ.આર.સી. દ્વારા મંજૂર કરીને મહેસૂલ એકટ કલમનો ભંગ કરવામાં આવ્યો છે. સરકારી દ્વારા ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન શિક્ષણિક હેતુ માટે પી.પી.ટી. ધોરણે ફાળવીને ફકત નફાના ઉદ્દેશથી આ સ્કૂલ ખોટા હિસાબો મૂકીને ચલાવેલ છે ! તેથી મહેસૂલ એકટની કલમનો શરતભંગ કર્યો છે. સરકારી જમીન ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપીને ખોટા હીસાબો રજૂ કરીને ફીસ રેગ્યુલેશન સમિતિ દ્વારા ૨.૫૦ લાખ થી વધારે ફાઈનલ ફીસ ૨૦૨૨-૨૩ માં મંજૂર કરવામાં આવી છે. તો આવી નહી નફો, નહી નુકશાન ના ધોરણે આપેલ જમીન નો શરતભંગ થયેલ છે . જેનો ભોગ ગુજરાતના દરેક વાલીઓને ભોગવવો પડશે. તેથી આ લેખિત ગંભીર ફરિયાદ અનુસંધાને એફ.આર.સી. દ્વારા મંજૂર કરેલ લાખો રુપિયાની ફીસ તાત્કાલિક ધોરણે પાછી ખેચવામાં આવે નહી તો અમને ગાંધી ચિધ્યા માર્ગે ધરણાં કરવાની ફરજ પડશે .