શાહી રાણીના નિધનના કારણે હવે પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બનશે
લંડન
બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે નિધન થયું છે. સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં ક્વીને અંતિમ શ્વાસ લીધા છે.રાણીના નિધન અંગેની સતાવાર જાહેરાત રોયલ ફેમિલીએ એક નિવેદનમાં કરી હતી.ઉનાળુ વેકેશનમાં સ્કોટલેન્ડ ગયેલા રાણી ઉંમરના કારણે બહુ હરી ફરી નહિ શકતા તેમણે ત્યાં રહેવાનું જ પસંદ કર્યું હતું. રાણીના નિધનના કારણે હવે પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બનશે.
બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસે પણ આ સમાચારે ચિંતા વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરી લખ્યું- બર્મિંગહામ પેલેસના સમાચારથી આખો દેશ ચિંતિત થશે. મારા વિચાર અને આપણાં યુનાઈટેડ કિંગડમના લોકોને વિચાર હાલ મહારાણીના પરિવારની સાથે છે.
PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, કહ્યું- મારી સંવેદનાઓ બ્રિટનના લોકોની સાથે PM મોદીએ એલિઝાબેથ IIના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે તેમના નિધનથી ઘણો જ આઘાત લાગ્યો છે. એલિઝાબેથ IIને આપણાં સમયનાં એક દિગ્ગજ શાસક તરીકે યાદ કરવામાં આવશે. તેમને પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ આપ્યું. સાથે જ સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાથી લોકોએ શીખવું જોઈએ. આ દુઃખના સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે.
PM મોદીએ જણાવ્યું, “હું 2015 અને 2018માં UKની યાત્રા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યો હતો. હું તેમના ઉમળકા અને દયાળુ હું સ્વભાવને ક્યારેય નહીં ભૂલું. એક બેઠક દરમિયાન તેમને મને એક રૂમાલ દેખાડ્યો હતો, જે મહાત્મા ગાંધીએ તેમને લગ્નમાં ક્વીનને ભેટ કર્યો હતો.”લંડનના બર્મિંગહામ પેલેસમાં થનારી ગાર્ડ ચેન્જિંગને રદ કરી દેવાઈ હતી. સેરેમની દરમિયાન જ્યાં યાત્રિકો એકઠાં થાય છે બિલકુલ તે જ જગ્યાએ એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું.