અમદાવાદ ઝોન-7 એલસીબીની ટીમે  ધાડ પાડતા અલગ રાજ્યોના ૪ આરોપી ગેંગને ઝડપ્યા 

Spread the love

 

બી. યુ. જાડેજા ડીસીપી ઝોન 7 – અમદાવાદ શહેર પોલીસ

અમદાવાદ

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપીઓની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં એક બે નહિ પરતુ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મત્સ્યેન્દ્રસિંધ ઉર્ફે ગબ્બર મીણાની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીઓમાં એક આરોપી નેપાળનો, એક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક અમદાવાદનો છે. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી આ ગેંગ સાથે લૂંટ અને ધાડના ગુનાને રાત્રે અંજામ આપી દિવસે અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અમદાવાદના આનંદનગર, સરદારનગર, ચાંદખેડા, નરોડા, અને ગાંધીનગરના ઈન્ફોસિટી અને અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટ, સ્નેચિંગ, મારમારી, ચોરી જેવા ગુનાઓમાં સામેલ હોવાથી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરાઈ છે.આ ગુનામાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ ઉર્ફે દિપુ તોમર અને સચિન વોન્ટેડ હોવાથી તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે.આ મામલે ઝોન 7 LCB એ આરોપીઓ પાસેથી છરો, એપલનુ લેપટોલ, બે મોબાઈલ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. તેવામાં આરોપીઓએ તેઓની સામે નોંધાયેલા 6 ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પુછપરછ શરૂ કરી છે.પકડાયેલા આરોપીઓ રાત્રિના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ-અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન સાથે ટક્કર મારીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા. પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com