GSC બેંકના ચેરમેન અજય પટેલના નેતૃત્વમાં સાયબર સીક્યુરીટી વિષયક બે દિવસીય શૈક્ષણિક સેમીનારનું આયોજન કરાયું

Spread the love

ડીજીટલ બેન્કિંગના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા અને ખાતેદારોના નાંણાની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા અત્યંત જરૂરી : અજય પટેલ

અમદાવાદ

ધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંકના ( GSC ) ચેરમેન અજય પટેલના નેતૃત્વમાં ગુજરાતની જીલ્લા બેંકો તેમજ અર્બન બેંકોના ચેરમેન , ડીરેક્ટર , ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને આઈ.ટી ઓફિસર્સ માટે તા ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સાયબર સીક્યુરીટી વિષયક બે દિવસીય શૈક્ષણિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક સેમિનારનું ઉદ્ઘાટન નેશનલ સીક્યુરીટી એડવાઈઝરી બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલ, ધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંક લિ. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. ના ચેરમેન અજય પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. ના ચેરમેન મહેશભાઈ પટેલ, TCS કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ સોમનાથ ભૌમિક દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.

અજય પટેલ

ધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંક લિ. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. ના ચેરમેન અજય પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, હાલના ડીજીટલ બેન્કિંગના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા અને ખાતેદારોના નાંણાની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા અત્યંત જરૂરી છે. જે માટે ગુજરાતના સીમાડાના ગામડાઓ સુધી તમામ લોકોને સાયબર સુરક્ષા લક્ષી માહિતી પહોંચાડવા આવા શૈક્ષણિક સેમિનાર જ મહત્વ ની ભૂમિકા ભજવશે. ભવિષ્યમાં આ વિષયક ટ્રેનીંગ સેમીનાર નું આયોજન તમામ જીલ્લા બેંકો તેમજ અર્બન કો-ઓપ બેંકના ઓફિસર્સ માટે કરવામાં આવશે. જેની શરૂઆત આજથી થઇ રહી છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ની કામગીરી અંગે જણાવતા માહિતી આપી કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી સાયબર સીક્યુરીટી લક્ષી સેમીનારમાં સહભાગી થઇ સમાજમાં જાગ્રતતા ફેલાવવા એક મહત્વ નું યોગદાન આપશે. તદુપરાંત આવા સેમીનારની બેન્કિંગ સેકટરમાં શું અગત્યતા છે તે વિષયક પણ માર્ગદર્શન આપ્યું. બે દિવસ ચાલનાર શૈક્ષણિક સેમીનારમાં મોટી સંખ્યામાં સહકારી બેંકોના આઈ.ટી ઓફિસર્સે ભાગ લઇ બેન્કિંગ ક્ષેત્રમાં સાયબર સીક્યુરીટી ની અગત્યતા, સાયબર ફ્રોડ રોકવાના કેટલાક ઉપાયો, સાયબર ફોરેન્સિક માટેની અગત્યની ટેકનીક્સ, સાયબર સુરક્ષાના કેટલાક કાયદાઓ, રિસ્ક એસેસમેન્ટ, તેમજ ભવિષ્યમાં બેન્કિંગ સેક્ટરમાં આવનાર ટેકનોલોજી વિષે ઊંડાણપૂર્વક નું માર્ગદર્શન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના અનુભવી પ્રવક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.આવા શૈક્ષણિક સેમિનારથી તમામ ઓફિસર્સના જ્ઞાનમાં વધારો થશે જે ભારત સરકારના ડીજીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડાના નાનામાં નાના ખેડૂત ને જાગ્રત કરી તેમના સુધી પુરતી માહિતી પહોંચાડી શકશે અને મહત્વની ભૂમિકા ભજવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com