અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં ઓટો ડ્રાઈવરો , વેપારીઓ અને વકીલો સાથે સંવાદ કર્યો

Spread the love

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલે આજે રિક્ષા ડ્રાઈવર્સ સાથે સંવાદ કરી ઓટો પર એક મોકો કેજરીવાલના પ્રચારની શરૂઆત કરી હતી.

અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. કેજરીવાલ સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે જો સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ હશે તો ઘણા પૈસા બચશે અને તે પૈસા જનતા પર ખર્ચાશે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું અને ભ્રષ્ટાચારીઓ સામે ઝીરો ટોલરન્સ વલણ અપનાવવામાં આવશે. જે પેપરો ફૂટ્યા છે તેની પણ તપાસ કરાવીશું અને દોષિતોને સજા અપાવીશું. જો સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હશે તો ઘણા નાણાંની બચત થશે અને તે નાણાં પ્રજા માટે ખર્ચાશે. આ વખતે અમારી ગેરંટી એ છે કે અમે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું. આજે ગુજરાતમાંથી જે ડ્રગ્સ આવે છે તેનું સેવન ગુજરાત અને પંજાબ તેમજ આખા દેશના યુવાનો કરે છે.આ બધું બંધ થવું જોઈએ.હવે કહેવા લાગ્યા છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યો છે. કેજરીવાલ મફતની રેવડી વેચે છે. પરંતુ જ્યારે મફતમાં સારું શિક્ષણ મળશે ત્યારે જ દેશની પ્રગતિ થશે. જો તમે અમને વોટ આપશો તો તમારા બાળકો મોટા માણસ બનશે. ગુજરાતમાં પણ તમારા સમગ્ર પરિવાર માટે સારી અને મફત સારવારની સુવિધા અપાવીશું. જો તમે લોકો વિદેશમાં જઈને તમારી સારવાર કરાવો તો અમે ઓછામાં ઓછું સરકારી હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવી શકીએ છીએ.  1 માર્ચથી તમારા સૌનાં વીજળીના બીલ ઝીરો આવવા લાગશે . મુખ્યમંત્રી અને મંત્રીઓને એક મહિનામાં 4000 યુનિટ મફત વીજળી મળે છે, પરંતુ જ્યારે હું જનતાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરું છું ત્યારે તેઓને મરચું લાગે છે અને કહે છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચે છે. ગુજરાતમાં દરેક ઘરમાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયાની સન્માન રાશિ આપીશું. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો તેમને સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા મળશે. ગુજરાતમાં તમામ રીશ્વતખોરી બંધ કરીશું, તમે પોલીસ, સરકારી વિભાગને લાંચના નામે જે પણ પૈસા આપતા હતા તે બધા પૈસા તમારી પાસે બચી જશે.

ગુજરાતમાં પણ રીક્ષા ચાલકોને કલમ 188માંથી મુક્તિ મળશે. લાયસન્સ રીન્યુ કરાવવા, માલિકી બદલવી, પરમીટ બદલવી જેવા તમામ સરકારી કામો માટે RTO જવાની જરૂર નથી. અમે દિલ્લીમાં એક નંબર જાહેર કર્યો છે જેના પર ફોન કરતા એક અધિકારી અધિકારી ઘરે આવશે અને તમારું તમામ કામ કરશે. પરંતુ આ માટે તમારે સૌએ સાથે મળીને અમારી સરકાર બનાવવી પડશે. વોટ્સએપ દ્વારા દરેક વ્યક્તિને લખો કે હું આમ આદમી પાર્ટીનું સમર્થન કરું છું. તમારે પણ ગુજરાતમાં તમારાં દરેક પેસેન્જર સાથે આ વાત કરવી પડશે. અને સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકોને મેસેજ મોકલવો પડશે કે માત્ર એક વાર આમ આદમી પાર્ટીને તક આપો. ગુજરાતની જનતાને અપીલ કરી કે જો તમે ગુજરાતમાં તક આપો તો 5 વર્ષમાં સાથે મળીને ગુજરાતને પણ બદલી નાખીશું.ગુજરાતમાં વેપારીઓને ભયમુક્ત વાતાવરણ આપીશું. સમગ્ર ગુજરાતમાં રેડ રાજ બંધ કરવામાં આવશે.દેશની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ યોગદાન વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આપે છે, પરંતુ તે લોકોએ સૌને ડરાવી રાખ્યા છે. વેપારીઓ સાથે બેસીશું અને GSTની રેઝિન વેપારી ઈચ્છે તે રીતે જ થશે.અમારી સરકાર બન્યા પછી 6 મહિનામાં વેપારીઓને તેમના VAT અને GST રિફંડ મળી જશે. વેપારીઓની પેમેન્ટની સમસ્યા દૂર કરવા જે કાયદો બનશે તે કાયદો અહીં પણ લાગુ કરીશું, પછી દિલ્હી અને પંજાબમાં લાગુ કરીશું એમ એક દિવસ આખા દેશમાં પણ લાગુ કરી દઇશું .સરકારી યોજનાઓથી ગરીબી દૂર નહીં થાય, શિક્ષણથી ગરીબી દૂર થશે.દિલ્હીમાં અમે તમામ દવાઓ, ટેસ્ટ, ઓપરેશન બધા મફત કર્યા છે, હું તેને ફ્રી ની રેવડી નથી માનતો, રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષણ અને આરોગ્ય એવી વસ્તુ છે જે મફત આપવી જોઈએ.

દિલ્હીની જનતાએ AAPને 70માંથી 67 , પંજાબની જનતાએ 117માંથી 92 સીટો આપી, ગુજરાતની જનતાએ દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડવો પડશે . મોટાભાગના લોકો જીએસટીથી દુખી છે. હમણાં જ એક વ્યક્તિએ કહ્યું કે કંપ્લાયંસની સમસ્યા છે અને રેટની પણ સમસ્યા છે. આ લોકોએ જીએસટીને એટલું મુશ્કેલ બનાવી દીધું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટમાં પૈસા આપ્યા પછી પણ ક્યાંક ગડબડ થાય છે. આને સરળ બનાવવાની જરૂર છે. અમે ગુજરાતના સ્તરે પણ જીએસટીને સરળ બનાવીશું અને કેન્દ્ર સરકારના સ્તરે પણ અમારો અવાજ ઉઠાવીને તેને સરળ બનાવવાનો પ્રયાસ કરીશું. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે કે GST પર લેવાયેલા નિર્ણયો રાજ્ય સરકારને બંધનકર્તા નથી. આ ઓર્ડર એક વિશાળ તક બનાવે છે. અમે આનો કાળજીપૂર્વક અભ્યાસ કરીશું .અમે દિલ્હીમાં જાહેરાત કરી કે “જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો તમે ના પાડશો નહીં, પરંતુ તમારા ફોનથી ઓડિયો રેકોર્ડિંગ કરો અને અમને વોટ્સએપ કરો, તો તે ભ્રષ્ટ અધિકારીઓને હું જેલમાં નાંખીશ.” તે 49 દિવસમાં અમે 32 લોકોને જેલમાં મોકલ્યા.

હું આવકવેરા વિભાગમાં હતો, અન્ય કોઈ બેઈમાન વ્યક્તિ નથી . આ બધી રેડ સિસ્ટમ બંધ કરીશું. જ્યારે દિલ્હીમાં રેડ કરવાાં આવતી હતી ત્યારે દિલ્હીનું બજેટ 30000 કરોડ હતું અને હવે અમે દરોડાની સિસ્ટમ બંધ કરી દીધી છે, તો આજે દિલ્હીનું બજેટ 75000 કરોડ છે. અમે જાણીએ છીએ કે વેપારીઓ નિષ્ઠાપૂર્વક ટેક્સ ભરવા માંગે તો તેમને એક તક આપવી જરૂરી છે અને અમે વેપારીઓને આ તક આપીશું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વકીલોને સંબોધતા કહ્યું હતું કે વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશે.

દિલ્હીમાં વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છે. નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું.

ઘણા લોકોની માંગ છે, તેથી અમે ચોક્કસપણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરીશું. હું જે કહું છું તે 5 વર્ષમાં નહીં કરું તો મને કાઢી મુકજો, મને બીજી વખત ગુજરાતમાં ઘુસવા ન દેતા. દુનિયામાં એવા 37 દેશો છે જ્યાં દરેક બાળકને મફતમાં શિક્ષણ મળે છે, તેઓ સમૃદ્ધ દેશ હોવાથી મફતમાં શિક્ષણ આપતા નથી, પરંતુ તેઓ એટલા માટે સમૃદ્ધ છે કારણ કે તે દેશો તેમના બાળકોને મફત શિક્ષણ આપે છે. બીજી તેમની બે માંગણીઓ હતી, એક જીવન વીમો અને બીજો આરોગ્ય વીમો. આ માટે, અમે ખૂબ જ ઉદાર નીતિ બનાવી હતી, વકીલો માટે અમે ₹ 10,00,000 નો જીવન વીમો કરાવ્યો હતો. હું માનું છું કે માત્ર કાયદાનો અમલ કરવાથી કંઈ નહીં થાય, પોલીસ તંત્ર સાથે મળીને તે કાયદાનો અમલ કરવો પડશે. એક વ્યક્તિએ માંગણી કરી હતી કે ચેમ્બરની અછત છે, વધુ ચેમ્બર બનાવવી જોઈએ, ઘણા વકીલો બહાર બેસે છે. તેમના માટે ચેમ્બર પણ બનાવવામાં આવશે. અન્ય એક વ્યક્તિની માંગ હતી કે, 169 એડવોકેટનો કેસ અટવાયેલો છે, અમારી સરકાર બનશે તો અમે તમારા પક્ષમાં નિર્ણય કરીશું. એક મહિલાએ કહ્યું કે, જો મહિલાઓ તેમના બાળકોને ઘરે મુકીને આવે છે તો તેમના માટે સુવિધાઓ ઉભી કરવી જોઈએ. હું તમને ખાતરી આપું છું કે અમે તમને ગમશે તેવી સુવિધા આપીશું. એકથી એક એવી માંગણી આવી છે કે 10 વર્ષ પુરા થવા પર ઓટોમેટીક નોટરી આપી દેવી જોઇએ. તે પણ કરવામાં આવશે.. સરકારી શાળાઓ બંધ થશે તો 18 કરોડ બાળકો કેવી રીતે ભણશે? ગુજરાતની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરવામાં આવશે . દિલ્હીની તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરાવ્યું. ઓડિટમાં બહાર આવ્યું છે કે કેટલાક લોકો પાસે 50 કરોડ સુધીની FD છે. ગુજરાતમાં કદાચ આના કરતાં વધુ FD હશે. અમે તે શોધીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com