પોલીસ સાથે રકઝક બાદ કેજરીવાલ રિક્ષા ચાલકના ઘરે પ્રોટોકોલ સાથે ભોજન કરવા પહોંચ્યા

Spread the love

 

 

અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદના પ્રવાસે છે. તેમણે રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો અને બાદમાં એક રીક્ષા ચાલાકના ઘરે રાત્રીનું ભોજન લેવા માટે નીકળ્યા હતા. તેઓ સામાન્ય માણસની જેમ રીક્ષામાં બેસીને જ નીકળ્યાં હતા અને તેમની સાથે આપના ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી પણ રિક્ષામાં કેજરીવાલ સાથે હતા.આ દરમિયાન અમદાવાદ પોલીસે તેમને રોક્યા હતા અને પ્રોટોકોલનું કારણ આગળ ધાર્યુ હતું.જો કે અરવિંદ કેજરીવાલે આ અંગે રોષ વ્યક્ત કર્યો અને ટ્વીટર પર પોલીસકર્મી સાથેની રક્ઝકનો વિડીયો શેર કર્યો અને સાથે લખ્યું કે ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો. પ્રોટોકોલ તો એક બહાનું છે… હકીકતમાં કેજરીવાલને સામાન્ય જનતાની વચ્ચે જતા રોકવાનું છે.’છેલ્લા 27 વર્ષમાં ગુજરાતનાં કોઇ પણ ભાજપવાળાએ તમારી સામ-સામે બેસીને વાતચીત કરી નથી, પરંતુ અમે રીક્ષા ચાલકોનું સન્માન કરીએ છીએ. હમણાં જ એક રીક્ષા ચાલકે મને કહ્યું કે, તમે પંજાબમાં જમવા ગયા હતા, તો શું તમે અમારી સાથે જમવા આવશો?

આ આમંત્રણને સ્વીકારી ઇશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા અરવિંદ કેજરીવાલ સાથે હોટેલ તાજ સ્કાયલાઈન, સિંધુભવન રોડ થી વિક્રમભાઈ દતાણી ના ઓટોમાં બેસીને એમના ઘરે ઘાટલોડીયા ખાતે ભોજન કરવા પ્રોટોકોલ સાથે ગયા હતા.દિલ્હીમાં અમે લોકડાઉનમાં 1.5 લાખ રીક્ષા ચાલકોને ખાતામાં બે વખત રૂપિયા 5000 આપ્યા .રીક્ષાવાળાનાં બાળકો મોટા થઈને ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને મોટા માણસો બનશે.અમારી સરકાર બનાવો, હું તમારા બાળકોને ડૉક્ટર, એન્જિનિયર અને વકીલ બનાવીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com