GJ-18 શહેર વસાહત મહાસંગ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં શહેર વસાહત મહાસંઘના સુપ્રીમો કેસરીસિંહ બીહોલા દ્વારા અનેક પ્રશ્નોને લઈને રિમાઇન્ડર કર્યા છે, ત્યારે પ્રાણપ્રશ્નોમાં કર્મચારીને સરકાર દ્વારા જે પ્લોટ ફાળવવામાં આવેલ તે આજે ૨૫ થી વધારે વર્ષો થયા હોય અને જરૂરિયાત હોવાથી કર્મચારીને જાતિ નિયમ મુજબ વેચાણ કરવા માંગતા હોય તો વેચાણ મંજૂરી આપવા મનપાની કામગીરીનો સંપૂર્ણ દરજ્જાે મકાન, શિક્ષણ, આરોગ્ય ,પાણી ,વીજળી, તમામ કામગીરીનું હવાલો સોંપવામાં આવે સિવિલમાં પૂરતી સગવડ, સીટીપટા દર્દીની અમદાવાદ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તાત્કાલિક સારવારના અભાવે મૃત્યુ પણ થાય છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે સેક્ટરોના ઘણા દવાખાના બંધ છે, તે ચાલુ કરવામાં આવે,GJ-18 સેક્ટરોમાં અને નવ વિકસિત સેક્ટરોમાં સરકારી શાળાઓ, હાઈસ્કૂલો બનાવવામાં આવે, ગરીબ મધ્યમ વર્ગ ભણી શકે ,પાણીની મુશ્કેલીનો સામનો સેક્ટર અને નવવિકસિત સેક્ટર કરી રહ્યું છે પૂરતા ફોર્સથી પાણી મળે, જાહેર રસ્તાઓ આંતરિક રસ્તાઓ તૂટી ગયા હોય, જે રિફ્રેશ કરવામાં આવે દિન પ્રતિદિન ઝૂંપડપટ્ટીઓમાં વધારો જાેવા મળી રહ્યો છે જાેપડપટ્ટી સંદર્ભે અનેક વસાહતીઓની ફરિયાદ છતાં નામનું દબાણ હટાવવામાં આવે છે દબાણની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે સાબરમતી નદી પાસે સંત સરોવર બાંધવામાં આવ્યો છે જે ચોમાસામાં પાણી હોય ત્યારે દેખાય છે બાકી કોરો સૂકો ભટ્ટી થઈ જાય છે જેથી નર્મદાનું પાણી ઠાલવીને સંત સરોવર ડેમ ભરી આજુબાજુ કુતરોના પાળા બાંધીને બાગ બગીચા વોટરપાર્ક હોડી ઉધાનમાં વિકસાવી શકાય તેમ છે શહેરમાં દિન પ્રતિદિન ચોરીઓ, ચેઇન-સ્નેકર, ગુનાખોરી, જે ડામવા પોલીસ દ્વારા વસાહતીઓના સહકાર લેવામાં આવે, જે ખેડૂતોની જમીન સેવાદન કરવામાં આવી છે તેમને વિરીત વળતર મળે, મનપા નગરસેવકો દ્વારા વિકાસ આડેધડ ખર્ચ કરવામાં આવે આડેધડ વૃક્ષોનું નિકદન થી ગ્રીનસિટી ,ગ્રીનેરીસીટી હવે કોંક્રીટના જંગલો બની ગઈ છે. વધુમાં શહેર વસાહત મહાસંગ બિન રાજકીય સંસ્થા કલેક્ટરના અધ્યક્ષપદે અવારનવાર લોક દરબાર બેઠક યોજાય છે જે અકબંધ કરીને પ્રતિનિધિ તરીકે સ્થાન આપવામાં આવે અને પ્રશ્નનું નિરાકરણ આવે તે સંદર્ભે મુખ્યમંત્રીને કેસરીસિંહ બિહોલા દ્વારા ઉપગ્રહ લેખિતમાં રજૂઆત કરાય છે.
નગરજનોના પ્રશ્નોને વાચા આપવા કેશરિસિંહ બિહોલાએ અનેક પ્રશ્નોની રજુઆત સાથે લેખિતમાં રજુઆત કરતાં ચર્ચાનો વિષય