GJ-18 મહાનગર પાલીકા ખાતે આજરોજ સામાન્ય સભા યોજાઇ હતી, ત્યારે કોંગ્રેસના નગરસેવક અંકિત બારોટ દ્વારા GJ-18 બનેલી ખાડાનગરી, ભુવાનગરીના બેનરો સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો, અને વિકાસના નામે મીંડ્ડુ, કામ કરવામાં ફક્ત વાતોના વડા કરતું તંત્ર અને સત્તાધીશો સામે આંગળી ચીંધીને વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે મનપા દ્વારા ૧ વર્ષ થયું પણ કોઇ નગરસેવકોએ સૂચવેલા કામો હજુ સુધી થયા નથી, ત્યારે ભાજપમાં પણ આ પ્રશ્ને ઉકળતો ચરુ છે, પણ ૧ વર્ષ પૂર્ણ થયું અને દોઢ વર્ષ બાદ મેયર, ડે.મેયર, ચેરમેનના અનેક નગરસેવકો સપના જાેઇ રહ્યા છે,જેથી કોઇ વિરોધ કરતું નથી, ત્યારે વરસાદમાં પાંજરા વૃક્ષોના ન આવ્યા અને હવે પાંજરા લઇ જવા, ત્યારે પાંજરામાં શુ પોપટો પુરવાના તેવું અંકીત બારોટે જણાવ્યું હતું.