રાજ્યના દરેક નાગરિકોનુ જીવન સર્વોત્તમ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ હકારાત્મક અભિગમને પ્રજા સુધી લઈ જવા તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ બે દિવસ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં પાટણ ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આજે જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ એ.પી.એમ.સી. પાટણ મુકામે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. જે બાદ વિશ્વાસ થી વિકાસ યાત્રાને અનુરૂપ ફિલ્મનું ઉપસ્થિત લોકોએ ર્નિદશન કર્યું હતું. મંત્રીઅર્જુનસિંહ ચૌહાણના હસ્તે પાટણ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનુ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં બે દિવસ દરમ્યાન પાટણ જિલ્લામાં કુલ ૩૯.૮૨ કરોડના કુલ ૮૮૦ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પાટણ તાલુકામાં ૨૩.૯૫ કરોડના કુલ ૨૬૪ કામ, સમી તાલુકાના કુલ ૬.૨૪ કરોડ કુલ ૨૯૯ કામ, રાધનપુર તાલુકાના કુલ રૂ ૫.૦૬ કરોડના કુલ ૨૪૧ કામ, સિદ્ધપુર તાલુકાના કુલ રૂ ૪.૫૫ કરોડના કુલ ૭૬ કામનું ઈ-લોકાર્પણ આવતીકાલે તાલુકા કક્ષાના વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.પાટણ એપીએમસી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૧૮.૧૦ કરોડના ૧૦ કામનું માનનીય મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. વિશ્વાસ થી વિકાસયાત્રાના કાર્યક્રમને સંબોધતા મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. રાજ્યને નવી જ ઊંચાઈ મળે તે માટે આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે ગુજરાત આત્મા, ભારત દેશ પરમાત્મા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે અમારી ડબલ એન્જીનની સરકારમાં નર્મદા ડેમના પ્રશ્નો હોય, કોરાના સમયમાં અન્નની સમસ્યા હોય કે પછી વેક્સીનેશ ની વ્યવસ્થા જેવી તમામ સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકારે કર્યો છે. આજે ગુજરાતને દેશમાં વિકાસના ગ્રોથ એન્જિન તરીકે જાેવામાં આવી રહ્યું છે.ગુજરાતના વિકાસની વૈશ્વિક નોંધ લેવામાં આવી રહી છે જેના કારણે આજે દેશની મુલાકાતે આવતા તમામ મહાનુભાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાત ની મુલાકાતે આવે છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે અમારી ટીમ સતત પ્રજાવિકાસ અને પ્રજા સુખાકારી માટે કાર્યરત છે. વિશ્વાસ થી વિકાસના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગાંધીનગર થી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ રીતે જાેડાયા હતા. ગાંધીનગર ખાતે રાજયકક્ષાના વિશ્વાસથી વિકાસના કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ અનેક પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જેમાં એક વર્ષમાં કરેલા વિકાસગાથાને પ્રજા સમક્ષ રજૂ કરી હતી. જ્યારે કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહએ વર્ચ્યુઅલ સંબોધન કરતાં એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામની સરાહના કરી હતી. ગુજરાત ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં પ્રજાલક્ષી કામ કરી સતત રાજ્યના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે.જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કે.સી.પટેલ, મધુબેન સેનમા, જિલ્લા સંગઠનના પ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી સહિત અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.