પાટનગર ગાંધીનગરમાં ભાજપ દ્વારા અખિલ ભારતીય મેયર પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના તમામ શહેરોના મેયર અને ડે મેયર ભાગ લેવા ગાંધીનગર આવશે તેવી વિગતો છે. ગાંધીનગરમાં પ્રથમવાર આ રીતે મૈયર પરિષદ યોજાશે. જેની તૈયારીઓમાં પ્રદેશ ભાજપથી લઈને ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન જાેતરાયું છે. આગામી ૨૦ અને ૨૧ એમ બે દિવસ માટે અખિલ ભારતીય મેયર પરિષદ યોજાનાર છે. આ બે દિવસીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મેયર અને ડે. મેયર મળીને કુલ ૧૪૦ લોકો ગાંધીનગરના મહેમાન બનનાર છે. બે દિવસની પરિષદમાં ભાગ લેવા માટે મોટાભાગના મેયર-ડે.મેયરોનું ૧૯મીએ ગુજરાતમાં આગમન થશે. મેયર પરિષદના આયોજન માટે થઈને આજે પુર્વ મેયરો અને પુર્વ ડે.મેયરોની સાથે પણ મહાનગર ભાજપ સંગઠન દ્વારા બેઠક કરીને જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો છે. મહાનગર ભાજપ સંગઠન દ્વારા મહાપાલિકા ખાતે આયોજન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહિલા મોરચાર્થી લઈને તમામને જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા કરાઈ હતી. રાજ્યના આઠ મેયર અને ડે.મેયરને પણ ‘ઓન ધ ટો રખાશે. બે દિવસીય બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે. પ્રદેશ મોવડી પણ મેયર પરિષદને સફળ બનાવવા તથા દેશભરમાંથી આવનારા મેયરો ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરની છાપ ઉંચી લઈને જાય તે માટે એડીચોંટી જાેર લગાવી રહ્યા છે. જાેકે હાલમાં ગાંધીનગરમાં આંદોલનની સિઝન ખીલી છે. અનેક પ્રકારના આંદોલનોને લઈને પાટનગર ધણધણી ઉઠ્યું છે. એ સ્થિતીએ મૈયર પરિષદ ગાંધીનગર યોજવાનો ર્નિણય કરાયો છે, તેને લઈને પણ પ્રદેશ સંગઠનના નેતાઓ ચિંતીત છે. દેશભરમાંથી આવનાર મેયર-ડે. મેયરોની મહેમાનવામાં કચાશ ના રહી જવી જાેઈએ તે માટે જે તે આગેવાનોને બોલાવીને સૂચના આપી દેવાઈ છે. ગાંધીનગરમાં પણ જેમણે મૈયર અને ડે.મેયર પદ ભોગવ્યું છે તેમને આયોજનમાં ઉભા પગે તૈનાત રહેવા સૂચના આપવામાં આવી છે.