કોંગ્રેસ ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જુની પેંશન યોજના લાગુ કરશે

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, પ્રદેશ કાઁગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશી અને પ્રદેશ કૉંગ્રેસ મીડિયા પેનાલિસ્ટ હિરેન બેંકર પત્રકાર પરિષદમાં હાજર

રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજુઆત કરી રહ્યાં હોવા છતાં ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તૈયાર નથી

અમદાવાદ

રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની પેંશન યોજના લાગુ કરાશે તેવી જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જુની પેંશન યોજનાનો લાભ પોતાના રાજ્યના કર્મચારીઓને જો કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છતીસગઢ આપી શકે,તો ગુજરાત સરકાર તેના વિકાસના પાયામાં રહેલાં કર્મચારીઓને કેમ આપે નહિ ? જુની પેંશન યોજનામાં કર્મચારીનો જે ફાળો કપાતો હતો તેં સરકારના GPF ફંડમાં જમા થતો હતો. જેનો ઉપયોગ સરકાર વિકાસના કામોમાં કરી શકતી હતી. જેથી સરકારને વિકાસની અમુક રકમ આ ફંડ દ્વારા જ મળી જતું. જયારે NPS માં તમામ ફંડ કર્મચારીના પગારના 10% અને સરકારના 10% એ ફંડ શેરબજારમાં રોકાય છે. જે સરકાર, જનતા અને કર્મચારીઓ બધા માટે નુકસાનદાયક છે.મોટાં મોટાં તાયફા અને બીનઉપયોગી મેળાવડા કરીને પ્રજાના મહેનતનાં ટેક્ષના રૂપિયા વેડફી પોતાનો પ્રચાર કરનાર ગુજરાતની ભાજપ સરકાર ગુજરાત હાઇકોર્ટના આદેશ દ્વારા 2012 માં નાબૂદ કરેલ ફિક્સ પગાર પ્રથા ના વિરોધમાં સુપ્રીમમાં જાય અને ત્યાં એફિડેવિટ કરીને ગુજરાતની આર્થિક પરિસ્થિતિનું બહાનું આગળ ધરે એ સત્ય જનતાના ધ્યાને આવી ગયું છે. 2016 માં આખા ભારતમાં લાગુ પડેલ સાતમું પગાર પંચ નંબર 1 કહેવાતી ગુજરાત સરકારે સંપૂર્ણપણે અમલ કરેલ નથી. 6 વર્ષ પછી હજુ કર્મચારીઓને ભથ્થા 6ઠ્ઠા પગારપંચ મુજબ જ મળે છે. આઉટસોર્સીંગ થી ભરતી કરીને પોતાના ઓળખીતા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ આપીને સ્ટાફને કંટ્રોલ કરીને પોતાના તમામ કામો પોતાની મરજી મુજબ કરાવી લેવા એ આ સરકારનો હેતુ છે.GPF એટલે જનરલ પ્રોવિડન્ટ ફંડ. જુની પેંશન યોજના અંતર્ગત તેં સરકારનું એક રિઝર્વ ફંડ છે. જેમાં દરેક કર્મચારી પોતાનો 6% કે વધુ ફાળો જમા કરાવતા અને સરકાર તેના પર પ્રોવિડન્ટ ફંડનાં દરે વ્યાજ ચૂકવતી. એ ફંડ સરકાર તેના વિકાસ કાર્યો માં વાપરી શકતી. આ ફંડ કર્મચારીને નિવૃત્તિ પર આપવાનું થતું. એટલે સરકાર માટે ઘણું વિકાસ ફંડ આમાંથી મળી રહેતું. સરકારને લોન લેવાની જરૂર રહેતી નહિ. આ યોજના કર્મચારી માટે પણ હિતાવહ હતી. નિવૃત્તિ બાદ કર્મચારીને છેલ્લા બેઝીક પગારનાં 50% લેખે પેંશન મળતું. આ યોજના નાબૂદ કરીને સરકારે પોતાનું દેવું વધાર્યું છે. નવી પેંશન યોજનામાં 10% કર્મચારીના અને 10% સરકારના એમ આ રકમ શેરબજારમાં રોકવામાં આવે છે. જે ફંડ સરકાર વાપરી શકતી નથી. આમ, આ શેરબજાર આધારિત ફંડ કર્મચારીને તો નુકસાન કરે જ છે. પરંતુ હાલ સરકારોની હાલત કફોડી બની છે તેના માટે પણ આ નવી પેંશન યોજના જવાબદાર છે.જુની પેંશન યોજના , નવી પેંશન યોજનામાં સૌથી મોટો તફાવત એ છે કે જુની પેંશન યોજના એ સુરક્ષીત પેંશન યોજના છે.જ્યારે નવી પેંશન યોજનામાં કોઈ ગેરંટી ન હોવાના કારણે અસુરક્ષીત છે.જુની પેંશન યોજનામાં કર્મચારીઓનું રોકાણ એ સરકાર પાસે જમા થાય છે.નવી પેંશન યોજનામાં કર્મચારીઓનું રોકાણ તે શેર બજારમાં રોકાય છે.જુની પેંશનમાં સરકારશ્રી દ્વારા કરાવામાં આવતા વખતો વખતના સુધારા (મોંઘવારી ભથ્થા જેવા) નો લાભ કર્મચારીના નિવૃત્ત સમયમાં મળવાપાત્ર છે.નવી પેંશનમાં આ પ્રકારના કોઈપણ સુધારાનો લાભ કર્મચારીઓને તેમના નિવૃત્તગાળામાં મળવાપાત્ર નથી.

જુની પેંશન યોજનામાં કર્મચારીનું અવસાન થાય તો તે કર્મચારીના પરીવારને મદદરૂપ થવા સારૂ કુટુંબ પેંશન યોજનાનો લાભ મળે છે.નવી પેંશન યોજનામાં આ પ્રકારની કુટુંબ પેંશન યોજનાની જોગવાઈ કરવામાં આવેલ જ નથી.જુની પેંશન યોજનામાં પગારપંચના લાભો પણ સમયાંતરે મળવાપાત્ર છે.નવી પેંશન યોજનામાં આ પ્રકારના કોઈપણ પગારપંચના લાભો મળવાપાત્ર નથી.જુની પેંશન યોજનામાં પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નથી અને જી.પી.એફ.ની સુવિધા ઉપલબ્ધ છે.નવી પેંશન યોજનામાં પગારમાંથી ૧૦ ટકા (બેસીક અને ડીએ) ની કપાત કરવામાં આવે તેમજ જી.પી.એફ.ની સુવિધા ઉપલબ્ધ નથી.જુની પેંશન યોજનામાં ૪૦ ટકા રકમ પેંશન રોકડ રૂપાંતરણ અંગેની જોગવાઈ છે અને મેડીકલ ફેસીલીટી પણ ઉપલબ્ધ છે.નવી પેંશન યોજનામાં ૪૦ ટકા રકમ પેંશન રોકડ રૂપાંતરણની અંગેની કોઈ જોગવાઈ નથી તેમજ મેડીકલ ફેસેલીટીની પણ સ્પષ્ટ જોગવાઈ નથી.

પૂર્વ સૈનિકોના હક્ક – અધિકારની વ્યાજબી માંગને સંપૂર્ણ સમર્થન સાથે સહકારની ખાત્રી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કહ્યું કે અમારા કુટુંબના સભ્યો પણ મીલીટરીમાં છે અને ૨૪ વર્ષ નાં અમારા યુવાને શહાદત વ્હોરી છે તે એટલે એ દુઃખને હું સમજુ છું . ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી દેશની સુરક્ષા કરનાર માજી સૈનિકો પોતાની ન્યાયીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યાં છે, એકતરફ ભાજપની સરકાર એક વર્ષની ઉજવણી કરી રહી છે અને બીજી બાજુ માભોમ ભારત દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી. એટલુ જ નહીં તેમના પર લાઠીઓ વરસાવાય તે કેટલે અંશે વ્યાજબી ? કોંગ્રેસ પક્ષ હંમેશા દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોને ન્યાય અને સન્માન મળે તે માટે પ્રતિબધ્ધ છે. સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી. પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન. જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે, દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા, પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે, પૂર્વ સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે. પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા, પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે, પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે.ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજુઆત કરી રહ્યાં હોવા છતાં ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? જય જવાન જય કિસાન ના નારાથી ચૂંટણી સમયે મોટી મોટી વાત કરનાર ભાજપની ભ્રષ્ટ સરકાર સૈનિકોના પરિવારને જે રીતે અન્યાય કરી રહી છે તે સામે આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુઃખદ છે.

સૈન્યના જવાનો એ શિસ્તબધ્ધ દળ છે. દેશની સરહદો ઉપર ૨૪ કલાક રાષ્ટ્ર માટે ફરજ બજાવનાર નિવૃત્ત સૈનિકોને મળવા પાત્ર અધિકારો માટે તેઓ શાંતિથી રજુઆત કરતા હોય તેમ છતાં ૧૪૪ની કલમ લાગુ કરી તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે અને આ અત્યાચારમાં એક પૂર્વ સૈનિકનું નિધન થાય એ ઘણુ જ ગંભીર બાબત છે. બંધારણે અધિકાર આપ્યા છે તે અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. કમનસીબે ભાજપ સરકાર બંધારણીય હક્કોને અવગણીને તાનાશાહની જેમ વર્તી રહી છે. ગુજરાતના પૂર્વ સૈનિકોને તેમના માન-સન્માન સાથે તમામ માંગો અંગે સરકાર તાત્કાલીક સંવાદ કરે, ન્યાય આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com