NSG કમાન્ડોની સિક્યુરીટી ગાંધીપરિવાર બાદ આ નેતાઓથી પણ દૂર કરશે  

Spread the love

દેશના VIP લોકોની સુરક્ષામાં મોટો કાપ અને ગાંધી પરિવાર પાસેથી SPG કવર હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે મહાનુભાવોની સુરક્ષામાંથી NSG કમાન્ડોને સંપૂર્ણ રીતે હટાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોની માહિતી પ્રમાણે, સરકારના આ નિર્ણયછી બે દાયકાના વધુ સમય બાદ એવું બનશે કે, આતંકવાદ વિરોધી દળના બ્લેક કેટ કમાન્ડોને VIP સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, NSG કમાન્ડો VIP લોકોને નજીક અને મોબાઈલ સુરક્ષા કવચ પુરુ પાડે છે. જેમાં Z+ શ્રેણીની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. જો કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ ગાંધી પરિવાર પાસેથી SPG સંરક્ષણ પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. સરકારે તેના બદલામાં ગાંધી પરિવારના સભ્યો (સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને) SERPFએ કમાન્ડોની Z+ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો.

સરકારના આ નિર્ણય બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં હવે બદલાવ થશે. તેમની સુરક્ષામાં હવેથી NSG કમાન્ડોની જગ્યાએ બીજા અર્ધસૈનિક દળના જવાનોને તૈનાત કરાશે. હાલમાં NSGની સુરક્ષા મેળવનાર વ્યક્તિઓમાં પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી, મુલાયમસિંહ યાદવ, ચંદ્રબાબુ નાયડુ, પ્રકાશસિંહ બાદલ, ફારૂક અબ્દુલ્લા, આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને ભાજપના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, VIP લોકોને આપવામા આવતી સુરક્ષાનો મામલો કેન્દ્રીય ગૃહમંત્રીની હેઠળ હતો. જેમાં SPG અને IB એક વિભાગ તરીકે કામ કરે છે. ગૃહમંત્રાલય સમયે-સમયે VIP સુરક્ષાની સમીક્ષા કરતા રહે છે. જેથી સુરક્ષામાં નિયમિત સમય પર ઘટાડો-વધારો કરવામા આવે છે. VIP સુરક્ષા માટે દેશમાં SPG સિવાય X, Y, Z અને Z+ સુરક્ષાની વ્યવસ્થા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું માનવું છે કે, NSG એ આતંક વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. VIP સુરક્ષામાં NSG કમાન્ડોની ડ્યુટી આ દળ પર એક વધારાનો ભાર મૂકે છે. જે તેની વિશેષ ક્ષમતાઓને અસર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના તાજેતરના નિર્ણયથી VIP સુરક્ષામાં રોકાયેલા 450 કમાન્ડોને આતંક વિરોધી કાર્યવાહી માટે ખાલી કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com