હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા , સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર અને યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આજથી ચાર દિવસ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવ્યો હતો. બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે.યોગ્ય ઉમેદવારની પસંદગી બાદ જ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્રણ જિલ્લા વચ્ચે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ વિપક્ષ નેતા તથા એક સિનિયર નેતા રહેશે. કમિટી દ્વારા ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવશે. એક પ્રકારે ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે . પસંદ કરેલ નામ હાઈકમાન્ડને મોકલવામાં આવશે ઇન્ટરવ્યૂ થયા બાદ ક્યાં ઉમેદવારનો જે તે વિધાનસભા વિસ્તારમાં કેટલો પ્રભાવ છે તથા ક્યાં ઉમેદવાર ચૂંટણી લડી શકે તેમ છે તથા પક્ષને જીત અપાવી શકે છે તે તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને કમિટી દ્વારા કેટલાક નામની પસંદગી કરવામાં આવશે. આ પસંદ કરેલ નામ હાઈ કમાન્ડને મોકલવામાં આવશે અને તેમાંથી હાઈકમાન્ડની મ્હોર લાગતા 2022ની વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવશે. આમ તો વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600 થી વધુ દાવેદારો છે .
સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતાઓએ દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે.
યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે.ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર દાવેદારી નોંધાવી છે . હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર દાવેદારી નોંધાવી છે.સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે.