ગુજરાત કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશી
તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોનું CAG દ્વારા ઓડિટ કરાવે
અમદાવાદ
ગાંધીનગર ખાતે આયોજિત “મેયર કોન્ફરન્સ” અંગે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઠેરઠેર ખાડા, ઠેરઠેર ગંદકી-કચરાના ઢગલા ભાજપ શાસકો શહેરી નાગરિકો પાસેથી વેરા વસૂલી રહી છે.પાયાની સુવિધાનો સદંતર અભાવ છતાં ભાજપા જાહેરાતોથી ગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે.અમદાવાદ જેવા મેગા સિટીમાં 24 ટકા નાગરિકોને શુદ્ધ પાણી મળતું નથી. બોપલ ઘુમામાં ગંદકી મુદ્દે કેન્દ્રીય મંત્રી કહે પછી પણ કામ થતું નથી, ચૂંટાયેલા ભાજપનાં પ્રતિનિધિઓ શું કામના?
રાજ્યમાં ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યસ્થા નહી થવાથી પીરાણા નો ડુંગર થયો છે. આવી પરિસ્થિતિ બધાં શહેરોમાં છે . રાજ્ય ની ૨૨ નદીઓ પ્રદૂષિત છે. અમદાવાદના એક પણ STP તેના માપંકો પ્રમાણે ચાલતા નથી. ૧૪૦૦ MLD સુએજમાં untreated પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. રાજ્યમાં એક પણ નિયમ મુજબ CETP કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતાં નથી. જેના લીધે અશુદ્ધ પાણી પણ સાબરમતીને પ્રદૂષિત કરે છે. રાજ્ય માં એક પણ નિયમ મુજબ CETP કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતાં નથી . જેથી તેનું અશુદ્ધ પાણી પણ સાબરમતી ને પ્રદૂષિત કરે છે. હવે ૩૦૦૦ હજાર કરોડનાં પ્રજાના પૈસે ઉદ્યોગો માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઇપ લાઇન ખંભાતના અખાતમાં છોડશે. જ્યાં પ્રધાન મંત્રીના સ્વપ્નનો કલ્પસર પ્રોજેક્ટ (મીઠા પાણી નું સરોવર)આકાર લેવાનો છે. જેથી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોનું CAG દ્વારા ઓડિટ કરાવે.