વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવતાં જ વિવિધ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને રાજયના પાટનગર ગાંધીનગર માં આંદોલન શરૂ કરી દેવામાં આવતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ ગુનાહિત પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી છે. ત્યારે વિવિધ સંગઠનોની માંગણીઓ સંદર્ભ સત્વરે નિવેડો લાવીને નગરજનોને પડતી પારાવાર મુશ્કેલીઓથી મુક્તિ અપાવવા ગાધીનગર શહેર વસાહત મહાસંઘની માંગ સરકાર પાસે કરવામાં આવી છે.
ગાધીનગર શહેરમાં છેલ્લા એક માસથી વિવિધ કેડર વર્ગના સરકારી કમૅચારીઓ, માજી સૈનિકો, ખેડૂતો તેમજ વિધાર્થીઓ સહિતના વિવિધ સંગઠનોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં આંદોલનો કરીને મોરચો માંડવામાં આવ્યો છે. જેનાં કારણે સવાર પડતાં જ શહેરનાં નાગરિકો, સ્કૂલે જતા વિધાર્થીઓ અને ધંધાર્થીઓ ટ્રાફિક જામની સ્થિતિમાં પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે શહેર વસાહત મહા સંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, વિવિધ સંગઠનોની માંગણીઓને લઈ આંદોલનો ચાલે છે ત્યારે સરકાર નિરાકરણ લાવવાને બદલે આખ આડા કાન કરી ફક્ત તમાસા જાેઈ રહેલ છે. જેના કારણે આંદોલનનો અંત નહીં આવતા શહેરના નાગરિકમા રોષની લાગણી વ્યાપેલી છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં આંદોલનનોને કારણે ટ્રાફિક જામ થવાને કારણે ધણીવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. શહેરનું પોલીસતંત્ર આંદોલનોમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી શહેરના નાગરિકોની સુરક્ષા મળી શકતી નથી. કાયદો વયવસ્થા ન જળવાઈ રહેવાથી શહેરમાં રાત્રિ દરમિયાન ધરફોડ ચોરીઓ, શહેરના સેકટરમાં નાના મોટા વાહન ચોરીઓ, અને અન્ય ગુનાખોરી વધી ગઈ છે.
આંદોલનના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરો નહીં તો સ્વયંભૂ આંદોલન કરીશું. આથી આથી સરકારને રજૂઆત છે કે વિવિધ સંગઠનોની વ્યાજબી ન્યાયી માંગણીઓનું નિરાકરણ લાવી જેમ બને તેમ શહેરના નાગરિકોની મુશ્કેલીઓ દુર કરવામાં આવે અને ભય મુકત કરવામાં આવે નહિ તો ના છુટકે શહેરના નાગરિકો સ્વયંભૂ પોતાની સુરક્ષા મુશ્કેલીઓ માટે આંદોલન ચલાવવામાં આવશે. હાલમાં નાગરિકોના તમામ કામો ખોરંભે પડેલા છે અને આદોલનને કારણે સરકારી કામગીરી ઠપ થઈ ગયેલી છે.આથી આદોલનના સંગઠનોની સાથે ચર્ચા કરી ન્યાયી માંગણીઓ સ્વીકારી આંદોલનનો અંત લાવી શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્ત કરાવવામાં આવે તેવી શહેર વસાહત મહા સંઘની માંગ છે.