આરોપી મયુરસિંહ ઉર્ફે મોનુ અશોકસિંહ ક્ષત્રીય
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી.એ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સૂચના કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમારની ટીમને મળેલ બાતમી હકિકત આધારે ઠક્કરબાપાનગર, હરીજન સિન્ધી કો.ઓ.હા. સોસાયટી દુકાન નં.૨૦ ખાતેથી એક ઈસમ નામે મયુરસિંહ ઉર્ફે મોનુ અશોકસિંહ ક્ષત્રીયને Codeine Phosphate કફ સિરપની બોટલો નંગ ૧૨૫૫ કિ.રૂ.૨,૩૭,૧૯૫/-તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૭૦૦૦/- તથા રોકડા નાણાં રૂ.૫૫૦/- મળી કુલ્લે રૂ.૨,૪૪,૭૪૫/ ના મુદ્દામાલ સાથે પકડ્યો હતો. પકડાયેલ આરોપી વિરૂધ્ધ ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી પો.સ.ઇ. એન.બી.પરમાર કરી રહ્યા છે.આ સાથે એ.ડી.પરમાર,પો.ઇન્સ. , એન.બી.પરમાર પો.સ.ઇ., મ.સ.ઇ. અબ્દુલભાઇ મહોમદભાઇ , અ.હે.કો. સમીર જહીરૂદ્દીન , અ.પો.કો. નિકુંજ જયકિશન , અ.પો.કો. કેતનકુમાર વિનુભાઇ , અ.પો.કો. જયપાલસિંહ અજીતસિંહ કામગીરી કરવામાં હાજર હતા.