ગુજરાતમાં ફરસાણનો ધંધો મૃતઃ પ્રાય બન્યો, ૧૦ થી ૨૦ રૂપિયાના પડીકા પર પ્રજાનો તડાકો,
ગુજરાતમાં પોલીથીન બેગ ઉપર પ્રતિબંધ છે, પણ શું પોલીથીન બેગો ઓછી થઈ ખરી ? ત્યારે પડીકા બજારે દાટ વાળી દીધો છે. આ પડીકા બજારના કારણે ગંદકી, કચરો અને ઠેર -ઠેર પડીકાના (પોલીથીન) બેઞ ઉડતી રોડ, રસ્તા પર જાેવા મળે છે. ત્યારે આના કારણે ફરસાણના વેપારીઓનો ધંધો હાલ જાેવા જઈએ તો ૫૦% આસપાસ આવી ગયો છે, તમામ રેડી વસ્તુઓ અને ૧૦ રૂપિયા ના પાઉચમાં વેફર થી લઈને મોટાભાગની વસ્તુઓ પડીકામાં વેચાતા હવે આખું ગુજરાત પડીકા પર ચડી ગયું છે, ત્યારે રેલ્વે, બસ સ્ટેન્ડ, ભીડભાડવાળી જગ્યા કે હાઇવે જ કેમ ન હોય ? બધી જગ્યાએ નાસ્તાના રેપર ઉડતા નજરે પડી રહ્યા છે, આજથી દસ વર્ષ પહેલા ક્યાય આટલો કચરો, પ્લાસ્ટિક દેખાતું ન હતું, અને જ્યારથી પોલીથીન બેગમાં નાસ્તો અને વેફરથી લઈને પેકિંગ આવ્યું છે, ત્યારથી મોટાભાગના લોકો પડીકા બજાર ઉપર તડાકા કરી દીધા છે. શહેરમાં કોઈ એવી ચીજ વસ્તુઓ નહીં હોય જે પોલીથીન બેગમાં નહીં વેચાતી હોય, ત્યારે દૂધ ,દહીંથી લઈને હવે જે નાસ્તા ના પડીકા ઠેર-ઠેર રોડ ,રસ્તા પર જાેવા મળી રહ્યા છે, કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં પડીકા નહીં વેચાતા હોય, ત્યારે GJ-18 ખાતે અનેક આંદોલન કારીઓ, કર્મચારીઓ પોલીસ પણ હવે આ પડીકાની લત પડી ગઈ છે, રોજબરોજ નાસ્તા હવે પડીકા દસ રૂપિયાના ખાઈને દિવસ પસાર કરી લેતા હોય છે, ત્યારે કચરો અને પ્લાસ્ટિકનો જે નિકાળ કરવાનો છે ,તે ધ્યેય ક્યારેય સિદ્ધ થઈ શકે તેમ નથી, ગુજરાતમાં ફરસાણ ના વેપારીઓ ગાંઠિયા,સેવ, જેવી વસ્તુઓ બનાવતા હતા, તેઓના આ ધંધા હવે મૃતઃપ્રાય બની ગયા છે, ત્યારે પેકિંગ વાળી વસ્તુઓનું ચલણ વધતા શહેરમાં કચરો પોલીથીન બેગો એટલી બધી જાેવાઈ રહી છે કે આવનારા દિવસોમાં પોલીથીન બેગો નું ગુજરાત ન બની જાય ત્યારે પડીકાનું ચલણ પુર પરવેગે વધી ગયું છે.
ચૂંટણી આવતા પડીકા બજાર પણ ફૂલ્યું ફાલવાનું છે, અને હવામાં ઉડતા પડીકા અને પોલીથીનના પડીકા તડામાર માર ચાલશે…, ફરસાણના વ્યાપારીઓનો ધંધો હાલ ૫૦% થઈ ગયો છે, તમામ હવે માંડ પડીકા વેચવા મજબૂર થઈ ગયા છે, આના કારણે પોલીથીન બેગ, રોડ રસ્તા પર કચરાની જેમ ઉડી રહી છે,GJ-18ના રોડ, રસ્તા પોલીથીન એવા નાસ્તાના પડીકાના કારણે કચરાથી ભરપૂર બન્યા…