ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું

Spread the love

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી

આતંકવાદ સામે ની લડાઈને વધુ ને વધુ મકકમતાથી આગળ વધારવાનું મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો : ગૃહમંત્રી હર્ષ સંધવી

ગાંધીનગર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે રાજય સરકારે સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને આતંકવાદ સામે ની લડાઈને વધુ ને વધુ મકકમતાથી આગળ વધારવાનું મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે.આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે,ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજય સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેડળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશના ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં આજે છે માત્ર ને માત્ર રાજયમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે.ગૃહ રાજય મંત્રીએ આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે,રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ,૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે.

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫) સુધારા કર્યા છે.

આ નવી જોગવાઈ મુજબ, કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે. અધિનિયમની કલમ-૪માં, “અથવા કોઈપણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યાં છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(૫)માં, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દ નો ઉપયોગ કરાશે.આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com