ભૂખ ,દુખ ,પાણી આ બધું માનવજાતથી લઈને વાનર જાતને જાેઈએ જ, ત્યારે કપિરાજ GJ-18 ની મુલાકાતમાં પીવાનું પાણી મળી જતા એ કુંડામાં મોં નાખીને ડબકડોળા કરી રહ્યા છે ,બાકી આજના યુગમાં વાનરોની વસ્તી પણ હવે ઘટી રહી છે, ત્યારે કપિલા ને પૂજવા લોકો શનિવારે હર હંમેશા યાદ રાખે છે ,ભય વગર પ્રીત નથી, પનોતી સાડા સાતની, આ શબ્દથી અચ્છા અચ્છા માનવ ના છક્કા છૂટી જાય છે , કરે શું? પાણી પિતા વાનરને ક્યાં બીસ્લેરીનું પાણી જાેઈએ છે ,એ.સી. નાવાનો સાબુ ,શેમ્પૂથી લઈને માનવ જાતે અનેક પ્રકારની બોગસ આઈટમો બજારમાં આવતા અનેક બીમારીઓ નોતરી છે, ત્યારે બાટલાના પાણી પીને ૬૦ ની ઉંમરે ખલાસ અને માટલાના, કુવાના પાણી પીવાવાળા સેન્ચ્યુરી મારે છે ,ત્યારે કુંડા ના પાણી પીવાથી શું કોઈ જાનવર મરી ગયું ખરું?? ત્યારે આ બધા પ્રોબ્લેમો આપણે ઊભા કરેલા છે બાકી કુદરતના ખોળે જ રહીને જીવાય ,એમાં જ મજા છે ,બગલા કયા મોંઘા દાટ સાબુથી નાય છે, પાણીમાં નાહીને પણ ધોળા જ છે ને?? કાગડા નો કલર બદલાયો ખરો??