BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રથમ વખત વર્ષ 2019માં ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ મંત્રી બન્યા હતા. સમગ્ર દેશની ચિંતા કરતા અમિત શાહ પોતાના મત વિસ્તારના મતદારોનું ઋણ અદા કરવાનું ભૂલી કેવી રીતે શકે? તેમણે ગાંધીનગર લોકસભાના મતદારોને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલની ભેટ મકરસંક્રાતિએ આપી છે. એટલુંજ નહીં મતદારોને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તેમની ઓફિસે ધક્કા ના ખાવા પડે અને પ્રશ્નોનું નિરાકરણ સરળત થી આવે તે માટે સોફ્ટવેરની મદદથી ફરિયાદ નિવારણની ક્વાયત હાથ ધરાઈ છે જેનો ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ટૂંક સમયમાં પ્રારંભ કરાવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે તેમના મતવિસ્તારના મતદારોએ પ્રશ્નોને લઇ તેમની ગાંધીનગર લોકસભા બેઠક માટેના કાર્યાલય માટે રજૂઆત અર્થે ન આવવું પડે અને પ્રશ્નો ઉકેલાઈ જાય તે પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. જેમાં મતદારે ઓનલાઈન ગાંધીનગરના સંસદ સભ્ય અમિત શાહને પ્રશ્નોની રજૂઆત કરવાની રહેશે, જેનો જવાબ ઓન લાઈન મતદારોને તેની સમસ્યાના હલ સાથે મળી જશે. મતદાર દ્વારા કરાયેલ ફરિયાદની સીધી ભલામણ જે-તે જવાબદાર અધિકારીને સીધી જ થઇ જશે. અપવાદ રૂપ કિસ્સાને બાદ કરતા મોટાભાગ ની ફરિયાદોનો નિકાલ સોફ્ટવેરના માધ્યમ થી લાવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું ભૂમીપૂજન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર જિલ્લાના સમેદ ગામ પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું ભૂમીપૂજન થયું એ દરમિયાન તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતનો યુવાન સ્કિલની સાથે રોજગાર આપનારો બનશે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં નકારાત્મકતાની વાતો કરનાર લોકો હંમેશા બેરોજગારી વાત કરે છે. તેમણે તેમના 50 થી 60 વર્ષના શાસન દરમિયાન રોજગારી માટે શું કર્યું તેનો યુવાનોને જવાબ આપવો જોઈએ.