યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીના પરિવારે PI એન.કે રબારીની પર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. મોડાસાની પીડિતાના ત્રણ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જ્યારે આરોપી સતીશ ભરવાડ હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટીમો બનાવી છે.
તપાસ કરનાર અધિકારી DySP એસ.એસ.ગઢવીએ નિવેદન આપ્યું હતું. DySPએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ બાદ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. આરોપીઓનુ મેડિકલ કરાવવામાં આવશે. સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા મેડિકલ કરાશે. કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે. આરોપી અને ભોગ બનનાર વચ્ચે સંબંધની તપાસ કરાશે.
રાજ્યસભામાં આ મુદ્દે રજૂઆત કરીશઃ મધુસદન મિસ્ત્રી
કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રીએ મોડાસાના સાયરા ગામમાં યુવતીના મોત મામલે SIT નીમવાની માગ કરી છે. મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે આ અંગે હું રાજ્યસભામાં રજૂઆત કરીશ. આમા પોલીસની બેદરકારી નહીં ચલાવી લેવાય. સીએમ સંવેદનશીલ ઘટનાઓ હોવા છતા કોઇ પગલા નથી લેતા.