ખટાક-ખટાક ગ-૪ અંડર પાસનું ૨૭ સપ્ટે. ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે લોકાર્પણ

Spread the love


ગુજરાતનું કહેવાતું પાટનગર વિકાસશીલ તો બન્યું, પણ એવા ડોબા છાપ ઇજનેરો એ એવા લટકતા ગાજર મૂકી દીધા છે ,કે ખટાક-ખટાક અવાજ બંધ થતો નથી, ત્યારે ઘ-૪ નો અંડર બ્રિજ માંથી નીકળો એટલે ખટાક-ખટાક ના દર્શન થાય, ત્યારે હવે ગ-૪ પણ એનો બાપ બને તો નવાઈ નહીં, એટલે પ્રજાએ ખટાક-ખટાક બીજાે અંડર બ્રિજ પણ લમણે આવશે, ત્યારે શહેરમાં ગ-૪ પાસે બની રહેલાં અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે હવે ૨૭મીએ અંડરપાસનું લોકાર્પણ થશે. મળેલી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગ-૪ અંડરપાસનું લોકાર્પણ થશે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઘ-૪ અને ગ-૪ ખાતે ૬૯.૭૫ કરોડના ખર્ચે અંડરપાસ બનાવાનું કામ મંજૂર કરાયું હતું. લાંબા સમયથી ચાલતી ગ-૪ અંડરપાસની કામગીરી પૂર્ણ થતાં હવે તેનું લોકાર્પણ થશે. ગ-૪ અંડરપાસમાં બોક્ષની લંબાઈ ૧૬૩ મીટર તથા બંને તરફના એપ્રોચની લંબાઈ ૬૯૪ મીટર છે.અંડરપાસની કુલ લંબાઈ ૮૫૭ મીટર તથા પહોળાઈ ૧૫.૨૦ મીટર થાય છે. રાત્રીના સમયે પૂરતી પ્રકાશ રહે તે માટે લાઈટ્‌સ અને રાહદારી ચાલી શકે તે માટે ફૂટપાથ પર બનાવામાં આવી છે. આ સાથે અકસ્માત ન થાય અને રોડ સેફ્ટી જળવાઈ રહે તે માટે બંને તરફ ક્રેશ બેરીયર પણ લગાવાયા છે. ચોમાસા દરમિયાન પાણી ન ભરાઈ રહે તે માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈને નાખવામાં આવેલ છે. આ સાથે અંડરપાસની બંને બાજુ બે સંપ બનાવામાં આવ્યા છે. દરેક સંપમાં ચાર એમ કુલ આઠ પંપ મુકવામાં આવ્યા છે, જેના દ્વારા પાણીનો નિકાલ તાત્કાલિક થઈ શકે. અંડરપાસની ઉપર બાજુ ગાર્ડન તૈયાર કરાયો છે,એટલે વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી સળંગ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રહેશે. ગાંધીનગરનો વિકાસ રોકેટ ગતિએ થઇ રહ્યો છે.

ઘ-૪ અને ગ-૪ ખાતે ૬૯.૭૫ કરોડના ખર્ચે અંડરપાસ બનાવ્યો, જે દેશમાં એન્ટીકપીસ ગણાય, ભારતના કોઈપણ ઇજનેર ખટાક-ખટાક અવાજ બંધ ન કરાવી શકે, પ્રજા માટે સુમધુર એવા ખટાક-ખટાક ના મગજના લમણા લેતો આ અંડરપાસ દેશનું નજરાણું બન્યો છે.
ડોબા છાપ ઇજનેર કંપનીનું નજરાણુ, અમિતભાઈ લોકાર્પણ કરો ત્યારે વાહન અંદર લઈને એક આટો મારજાે
જાે ખટાક-ખટાક અવાજ આવતો હોય તો તે બંધ કરાવો તેવી ભાવભરી વિનંતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com