GJ-18 મનપાની કચેરી પાસે ૪ મહિનાથી ઉભરાતી ગટરો તંત્ર અજાણ જેવો ઘાટ
મેયર ,ડે.મેયર, ચેરમેન શ્રી એક વાર આખી બિલ્ડીંગની નીચે પ્રદક્ષિણા કરો, સાફ-સફાઈ ના નામે મીંડું તમને દેખાશે,
GJ-18 મનપા આખા ગામની વહુ કહેવાય, પણ કામના નામે મીંડું, બરાડા પાડે અને લાજ કાઢીને ફરે, પણ સાસુ ખખડાવે તો કામ કરે, બાકી ઘુંઘટો તાણીને ફરે, ત્યારે મનપામાં MS બિલ્ડીંગની નીચે કચરાના ઢગ ખડકાઈ ગયા છે, ત્યારે મેયર, ચેરમેન ,ડેપ્યુટી મેયર હર હંમેશા પોતાનું વાહન પાર્ક કરીને આગળના ભાગથી આવતા હોવાથી મનપાનું બિહામણું ચિત્ર દેખાતું નથી, ત્યારે મનપામાં કચરાના ઢગ, અને મનપાની પાછળનો ભાગ છે, ત્યાં તો ચાર મહિનાથી ગટરો ઉભરાય છે, પણ કોઈ તંત્ર આ પ્રશ્ને હાલક-ડોલક થતું નથી, પાછળના ભાગે અનેક વકીલો પાર્કિંગ વાહનો કરે છે, ત્યારે કર્મચારીઓ, અધિકારીઓ ,વકીલો પોતે મો ઉપર રૂમાલ બાંધીને ગટરની બદબૂથી પરેશાન થઈ ગયા છે, ત્યારે વોર્ડના નગરસેવક આ વખતે ગંભીરતા લે તેવી માંગ પણ ઊઠવા પામી છે.
GJ-18 મનપા ખાતે કચરાના ઢગ, તથા ગેઇટની પાછળના ભાગે ઉભરાતી ગટરો અને પાણી પણ ગટરનું એટલું છૂટે છે કે બંબો ધમાધમ જતો હોય, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી એકવાર આખી બિલ્ડીંગની નીચેથી પ્રદક્ષિણા કરીને પાછળના ભાગે એકવાર આટો મારવા આવો એવી ભાવભરી તમામ વકીલોની માંગ ઉઠી છે, ત્યારે ગટરની બદબૂ અને ગટરના ભરાતા પાણીથી કાદવ કિચનના કારણે અનેક લોકો પરેશાન થઈ ગયા છે, જેથી ૪૧ નગર સેવકો ચૂંટાયા છે, ત્યારે કોઈ પાણીદાર મજબૂત એવા નગરસેવકને અમારા પ્રશ્નનું સોલ્યુશન કરાવવા મોકલો, બાકી આ પોલ્યુશનથી અમે કંટાળી ગયા છીએ,