આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે કોંગ્રેસની ભારત જોડો યાત્રા : કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ

Spread the love

પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમંત્રણ : ભરતસિંહ સોલંકી

પ્રિયંકા પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે ?

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ

અમદાવાદ

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે આજે અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે ભારત જોડો યાત્રા કોંગ્રેસે કરી છે ત્યારે આ યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે તેવો દાવો કર્યો હતો .રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ના યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે.કન્યાકુમારીથી કશ્મીર સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા નીકળી છે, જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે.. સાડા પાંચ મહિનામાં આ યાત્રા 3570 કિમીનું અંતર કાપનાર છે.80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા ‘ભારત છોડો’ નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન નહોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે.જયરામ રમેશે જણાવ્યું કે ભારતમાં આર્થિક વિસંગતતાને કારણે દેશ તૂટી રહ્યો છે. આર્થિક સમાનતા આવશે તો જ દેશ જોડાશે. તો દેશને આર્થિક સમાનતા પર લાવવા, બીજી કે આજકાલ દેશમાં ધાર્મિક, આર્થિક, સામાજિક, પ્રાદેશિક ધ્રુવીકરણ વધી રહ્યું છે. લોકોને તોડવા નહીં પરંતુ જોડવા માટે આ યાત્રા મહત્વની છે.

ભારત જોડો યાત્રા ગુજરાતમાં કેમ નહીં તે બાબતે જવાબ આપતા જયરામ રમેશે કહ્યું કે, દક્ષિણથી ઉત્તર સીધો રસ્તો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો. પદયાત્રાના રૂપમાં હોય. અન્ય રૂટમાં ક્યાંક રેલવે કે હોળીનો ઉપયોગ કરવો પડે એમ હતો. આ સિવાય કંઈપણ કરીએ અમે 90 દિવસ પહેલા ગુજરાત આવી શકીએ એમ નહોતા. અને એ સમયગાળામાં ચૂંટણી આવી ગઈ હોત. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ભાજપ સામે લડવામાં વ્યક્ત હોય એ સમયે યાત્રા ગુજરાત લાવવા નહોતા માંગતા. પરંતુ યાત્રા વચ્ચે દર સાત દિવસે એક રેસ્ટ ડે હોય છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જરૂર આવશે.આ યાત્રા રોજ નાં ૨૨ કી.મી.ચાલે છે જેમાં રાત્રી રોકાણ માટે બેડ સાથે ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધીના પ્રવાસ મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રીનો સમય છે, જેથી તેઓ ગરબામાં ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 2007 માં મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલન કર્યું હતું તેનો લાભ કોંગ્રેસને મળ્યો હતો. ભારત જોડો યાત્રા જ્યારે ગુજરાત નજીકથી પસાર થશે ત્યારે ગુજરાતની પ્રજાનો આશીર્વાદ યાત્રાને મળશે.સપ્ટેમ્બર મહિનાના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે.ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો કરશે. તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે.વડોદરા અને આણંદના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે.મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દો રહેલા છે જેનાથી ભારત તૂટી રહ્યું છે. દેશમાં સમાજ સમાજ વચ્ચે ધ્રુવીકરણ વધી રહ્યું છે. દેશમાં ભયંકર રીતે રાજનીતિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. આ યાત્રા શાંતિ સદભાવનાની યાત્રા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com