ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ
સોનિયા, પ્રિયંકા, રાહુલ, સચિન, કમલનાથ, અશોક ગેહલોત, બાધેલ સહિત ગુજરાત કાઁગ્રેસના નેતાઓની ફોજ પ્રચારમાં ઉતરશે
અમદાવાદ
આપ પાર્ટીની એન્ટ્રી અને ભાજપની સામે આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટીવ મોડ પર આવી ગયું છે.કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચંડ પ્રચારની રણનીતિ ઘડી છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી ખૂબ સારી ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી બૂથ સુધી ખૂબ સક્રિય થઈને કામ કરી રહી છે.આ વખતે દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, કમલનાથ, ભૂપિન્દરસિંહ હુડા, રાજીવ શુકલા, રણદિપસિંહ સુરજેવાલા, સચીન પાયલોટ, મુકુલ વાસનિક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં પ્રચાર કરશે.ઉપરાંત જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, જીગ્નેશ મેવાણી, ભરતસિંહ સોલંકી, સામ પિત્રોડા, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, ડો.તુષાર ચૌધરી, પરેશ ધાનાણી, કદીર પીરજાદા રેલી અને સભા સંબોધવાથી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરશે.
કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે આવતી 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વારથ નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લલિત કગથરા, અંબરીશ ડેર અને ઋત્વિજ મકવાણાની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 28 તારીખે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો એકઠા થશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે. રાજ્યમાં 52 હજાર બુથ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના આઠ વચન સાથેના નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે. દોઢ કરોડ પત્રિકાનું વિતરણ કરાશે . ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ઘરે ઘરે પહોંચશે, કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે.