GJ-18 ના ગ્રામ્ય વિસ્તારોમાં હવે લંમ્પી વાયરસ ગાયોમાં પ્રસરતા અનેક માલધારી, ખેડૂતોમાં ચિંતા,લંમ્પી વાયરસ ફેલાતા ગામોમાં ટોપ ટેન ઉપર હાલ ઉનાવા છે,જેમાં અઠવાડિયામાં ચાર ગાયો લંમ્પી ના કારણે મૃત્યુ પામી છે.બાલવા સમૌ, વાવોલ,પીડારડા, લાકરોડા જેવા ગામોમાં પણ કેસ લમ્પીના સામે આવી રહ્યા છે.
ગૌ માતાને બચાવવા કર્મજીત સિંઘ તથા સહયોગીઓ સવારથી તમામ ગામોનો પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે પરંપરાગત ઉપચાર હાલ ચાલુ કરી દીધેલ છે,
ગાંધીનગર
ગુજરાતમાં લમ્પી વાયરસનું કહેર જારી છે, ત્યારે હવે કચ્છથી ફેલાયેલો આ લમ્પી વાયરસ હવે GJ-18 ના ગામોમાં પ્રવેશ કરી ચૂક્યો છે , ત્યારે ગૌમાતાને બચાવવા મહારાણા પ્રતાપના વંશજ રાજકુમાર લક્ષ્યરાજસિંહ મેવાડ ની પ્રેરણાથી કર્મજીતસિંહ વાઘેલા દેવેન્દ્રસિંહ રાઠોડ, કરણભાઈ( ઉનાવા) આ ત્રણેય ગામે ગામ ફરીને ગૌ માતાને બચાવવા અને જે ગાયો લમ્પીનો શિકાર બની છે, તેના માટે રામબાણ ઈલાજ એવા પ્રાકૃતિક લંમ્પી રોગ ની સામે લડત આપવા આખી ટીમ ગામે ગામ ફરી રહી છે અને લમ્પી વાયરસ થી બચાવવા ગાયોને હળદર, મરીયા, ગોળ, ઘી,નું મિશ્રણ કરીને મોટી સંખ્યામાં લાડવા બનાવીને ખવડાવી રહ્યા છે,
લંમ્પી વાયરસ અત્યારેGJ-18 ખાતેના અનેક ગામોમાં ગાયોમાં પ્રસરી ચૂક્યો છે,તેમાં પ્રથમ ઉનાવા, બાલવા,સમૌ, વાવોલ, પીંડારડા, લાકરોડા જેવા ગામોમાં ફેલાતા ચિંતા અનેક માલધારી તથા ખેડૂતોમાં પેઠી છે, ત્યારે ગૌ માતાના રક્ષકો ગૌ માતાને બચાવવા એક સમગ્ર પેસ્ટ બનાવીને દર ત્રણ કલાકે ગાયોને ખવડાવવા આહવાન કરીને ગામે ગામ ફરી રહ્યા છે, અઠવાડિયું આ ખવડાવવાથી લમ્પીથી બચી શકે તેવો પણ દાવો છે, ત્યારે ઉનાવા ખાતે ચાર જેટલી ગાયો આ અઠવાડિયામાં મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે.