ગાંધીનગર મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર સામે તપાસની માંગ સાથે મુખ્યમંત્રી તથા મેયરને લેખિત રજૂઆત થઈ છે. જેમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે તેઓએ આપેલી ફાયર એનઓસીમાં તપાસ કરાવવા રજૂઆત થઈ છે.
ખોટી રીતે ફાયર એનઓસીઓ આપેલી, લેખિત રજૂઆતમાં થયેલા દાવા મુજબ ઈન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા ગાંધીનગરમાં અનેક સ્થળે ખોટી રીતે ફાયર એનઓસીઓ આપેલી છે. જેના આધાર પુરાવા પોતાની પાસે હોવાના દાવો પણ રજૂઆત કર્તાએ કર્યો છે. જેમાં લોકોના જીવ સાથે સંકળાયેલી બાબત હોવાને ખોટી એનઓસીઓ બાબતે તપાસ કરવા માંગ કરાઈ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફાળવેલા વાહન ગાંધીનગર લાવી નિયમ વિરૂદ્ધ દુરપયોગ થતો હોવાનો તથા ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ફાળવેલા વાહન તેઓના માનતી કર્મચારીઓ નિમય વિરૂદ્ધ ઉપયોગ કરતાં હોવાનો દાવો રજૂઆતમાં થયો છે. સમગ્ર બાબતે યોગ્ય તપાસ કરીને પગલાં નહીં લેવાય તો સમગ્ર મુદ્દે કોર્ટમાં અરજી કરવાની ચિમકી રજૂઆતમાં ઉચ્ચારાઈ છે. મુખ્યમંત્રી અને મેયરને લેખિત ફરિયાદ થતાં જ સમગ્ર મુદ્દો કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
અગાઉ કેટલી NOC અપાઇ છે, તેની પણ તપાસ થવી જાેઇએ તેવી માંગ ઉઠવા પામી છે, એકબીજાને ગળાકાપ સ્પર્ધા કરવા હવે કયા તપેલામાં શું પડ્યું છે, તે ગોતવા નાટક કંપની રચાઇ,
ઇન્ચાર્જને પાડી દેવા હવે નવા દાવપેચ, ઇન્ચાર્જને ય્ત્ન-૧૮ની ખબર છે, કે અહીંયા લફરા કેટલા છે, ત્યારે અગાઉ NOC આપેલી છે, તેની તપાસ કરવામાં આવે તો મનપાની બિલ્ડીંગ ધ્રુજી જાય,