ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરનાર આરોપી અબ્દુલ વહાબને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલિસ કમિશનર પ્રેમવીરસિંહ

 

આરોપી સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઈકમિશન ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસરને પહોચાડતો હતો

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલિસ કમિશનર પ્રેમવીરસિંહે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને ગુપ્ત માહિતી મળેલ કે, ભારત દેશ વિરુધ્ધના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે સરકારી વેબસાઇટની કલોન સાઈટ બનાવી લશ્કરી દળોના નિવૃત્ત થવા જઇ રહેલ તથા નિવૃત્ત સિનિયર અધિકારીઓ જવલ્લોની માહિતી એકત્રિત કરવામાં આવી રહેલ છે.

 

આરોપી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ

તેમજ લશ્કરના અધિકારી તથા જવાનોને વોટસેપ એપ્લીકેશનના માધ્યમથી વોઇસ મેસેજ તથા કોલ કરી ગેરકાયદેસર રીતે તેમની માહિતી મેળવવામાં આવી રહેલ છે. આ ગુપ્ત માહિતીની તપાસ દરમ્યાન www.ksb.gov.in (કેન્દ્રીય સૈનિક બોર્ડ) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.ksboard.in_તથા www.desw.gov.in (ડિપાર્ટમેંટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેટ) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.desw.in ફેંક વેબસાઇટ તથા www.kavach-apps.com નામની ફેક વેબસાઇટ બનાવેલાનું બહાર આવ્યું હતું. જે સીમકાર્ડથી લશ્કરી દળોના નિવૃત્ત/નિવૃત્ત થઈ રહેલ અધિકારીઓ/જવાનોને વોટસઅપ કોલ/મેસેજ વોઈસ મેસેજ મોકલવામાં આવતાં હતાં. તે નંબરનું સીમકાર્ડ મુસ્તકોમ અબ્દુલ ઝાક તેતર, રહે.ઉજમાનગર, ભાગ-૧, મ.નં.૧૨૩, અલ મોહમંદી મસ્જીદ નજીક,

દાણીલીમડા ખાતે પોતાના નામનુ ખરીદી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ, રહે.ઘ.નં.૨૩૨૫, ખજુરી મસ્જીદની ગલીમાં, પાંચપટ્ટી, કાલુપુર, અમદાવાદને આપેલ હતું.અબ્દુલ વહાબ શેરમહમંદ આ પ્રકારે સીમકાર્ડ મેળવી આ સીમકાર્ડને એકટીવેટ કરાવી, આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઈકમિશન, ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને પહોચાડતો હતો. આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એક્ટીવેટેડ સીમકાર્ડ (વપરાશમાં હોય તેવા) મેળવતો અને તે નંબર પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને વોટસએપના માધ્યમથી મોકલી આપતો. તેમજ મોકલાવેલ સીમકાર્ડના નંબરથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇ વોટસએપ એપ્લીકેશન ડાઉનલોડ કરતો, જેને એકટીવેટ કરવા અબ્દુલ વહાબ પોતાની પાસે રહેલ સીમકાર્ડ પર આવેલ વોટસએપ માટેનો ઓ.ટી.પી. મોકલી આપતો હતો જેની મદદથી શફાકત જતોઇ વોટસએપ એક્ટીવેટ કરી લેતો.આ પ્રકારે એકટીવેટ થયેલ વોટસએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સી આઇ.એસ.આઇ.ના ઓપરેટીવ્સ ભારત દેશના સુરક્ષાદળોની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરી, ભારત દેશ વિરૂધ્ધ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને અંજામ આપવાનું આયોજન કરી રહયા હોવાનું જણાવેલ હતું.

પાકિસ્તાન સ્થિત ઇન્ટેલીજન્સ એજન્સીઓના ઓપરેસ ભારતીય ટેલીકોમ કંપનીના સીમકાર્ડથી એકટીવેટ કરાવેલ વોટસઅપ એપ્લીકેશનના માધ્યમથી કોલ તથા મેસેજ કરી,એવો આભાસ કરાવતાં કે સલંગ્ન કોલ કોઈ ભારતીય દ્વારા કરવામાં આવી રહેલ છે.આ પકડાયેલ આરોપી અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતાં લોકોને પણ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સીના અધિકારીઓને મળવા માટે પ્રેરિત કરતો હતો. પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જોઇ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનથી પરત પાકિસ્તાન ગયા બાદ અબ્દુલ વહાબ પઠાણ સતત તેના સંપર્કમાં રહેલ અને શાકત જોઇના દોરી સંચાર મુજબ સીમકાર્ડ મેળવી તેના નંબર અને વોટસએપ ઓ.ટી.પી.મોકલતો રહેલ છે. આ ઓ.ટી.પી. ના માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ તથા અન્ય ઓપરેટીવ્સના દોરી સંચાર મુજબ અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણએ ભારત વિરોધી ગુનાહિત કાવતરાના ભાગ રુપે ભારત વિરુઘની લડાઇની યોજનાનું અસ્તિત્વ છુપાવી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓપરેટીવ્સને સીમકાર્ડ તથા સીમકાર્ડના નંબર તથા વોટસએપ ઓ.ટી.પી.નંબર પહોંચાડી સરળતા કરી આપી. પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ભારત વિરુદ્ઘના નેટવર્કને ફેલાવવાની ગોઠવણનું કાવતરૂ રચેલ હતું. આ સીમકાર્ડ આરોપી ૫ થી ૧૦ હજારમાં વેચતો હતો.

આરોપી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ, રહે.ઘ.નં.૨૩૨૫, ખજુરી મસ્જીદની ગલીમાં, પાંચપટ્ટી, કાલુપુર, અમદાવાદ તથા પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ શફાકત જતોઇ તથા આ ગુનાહિત કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓ વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે.માં ઇપીકો કલમ ૧૨૩, ૧૨૦(બી) આઇ.ટી.એકટ કલમ ૬૫, ૬૬(સી), ૬૬એફ(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ગુનાની તપાસ દરમિયાન ભારત વિરૂધ્ધના ગુનાહિત કાવતરામાં સામેલ વ્યકિતોઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com