ગંજી પહેરીને દૂધની કોથળી હાથમાં લઈને વાતો કરી રહ્યા છે ,તે ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોર છે, કોમન મેન અને ઘરે પણ સવારે સાફ-સફાઈ ઝાડું લઈને કરવાની ,અપના હાથ જગન્નાથ હોય તેમ શંભુનાથ, બાકી ટિકિટ કોને મળશે, મને રિપીટ કરશે કે કેમ ? હવે મારું શું થશે ? આ બધા શબ્દો આ ભાથી દૂર છે, પાર્ટી ,પક્ષ જે નક્કી કરે તે ખરું? બાકી કોમન મેન ,ગમે ત્યાં ચા ની ચૂસકી મારવા બેસી જાય, દાઢી, વાળ કપાવવા પણ મોટા સલૂન નહીં, ગમે ત્યાં GJ-18 ખાતે ઝાડવા નીચે સલૂન ચાલતું હોય તો બેસી જાય, મૂડમાં આવે તો શાકભાજી લેવા જાય અને ભાવ પણ કરાવે, ત્યારે દૂધ પીતા હૈ ઇન્ડિયા એવા શંભુજી ગમે ત્યારે રોડ રસ્તા પર ચાલતા જાેવા મળે, ત્યારે અત્યારે ઘણા જ નેતાઓ ટિકિટ લેવા ઘણા જ અંડાગંડા શરૂ કરીને પગ ચંપી ચાલુ કરી દીધી છે, ત્યારે આ શંભુનાથ કાંઈક અલગ પ્રકારની માટીના છે ,પોતે વિધાનસભાના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, હાલ ચાલુ ધારાસભ્ય GJ-18 ઉત્તરના છે, બાકી અત્યારે ફેશન ચડ્ડા ની પણ છે ,પણ ગંજી અને ચડ્ડો પહેરે તો ચડ્ડી બન્યા ધારી કોઈ કહે એટલે ચડ્ડો પહેરતા નથી,