ઇન્દ્રોડા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિનું ઢીમ ઢાળી દેતો પ્રેમી….

Spread the love

ગાંધીનગર
ગઇ તા. ૨૬/૦૯/૨૦૨૨ના રોજ સેકટર-૧૦/એ ભારતીય સર્વેક્ષણ કચેરી પાસે રોડ ઉપરથી સાયકલ ઉપર પસાર થતા અને ઇન્દ્રોડા ગામે રહેતા યુવકની ફાયરીંગ કરી, મોત નિપજાવનાર કુલ-ર (બે) આરોપીઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી, હથિયાર (પીસ્ટલ) રીકવર કરી, ખુનનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ ગઇ તા. ૨૬/૦૯/૨૦૨૨ નારોજ ઇન્દ્રોડાગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા નામના વ્યકિત જે સચિવાલયમાં પટાવાળા (રોજમદાર) તરીકે નોકરી કરતા હતા જેઓ પોતાની સાયકલ ઉપર સેક્ટર ૧૦/એ ખાતે આવેલ ભારતીય સર્વેક્ષણ કચેરી પાસે રોડ ઉપરથી પસાર થતા હતા દરમ્યાન કોઇ અજાણ્યા ઈસમોએ પીસ્ટલ જેવા હથીયાર વડે બરડાના ભાગે ગોળી મારી તેઓનું મોત નિપજાવી નાસી ગયેલ, જેથી આ બાબતે સેક્ટર-૭ પો.સ્ટેમાં ઈપીકો ક ૩૦૨ જી.પી.એક્ટ ૧૩૫ તથા આર્મ્સ એકટ કલમ- ૨૫(૧) બી, એ મુજબનો ગુન્હો રજીસ્ટર્ડ થયેલ છે.ઉપરોકત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ખુન કર્યા બાદ નાસી ગયેલ આરોપીઓને પકડી પાડી, ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાનાઓએ જરૂરી સુચના આપેલ. તેઓની સુચના મુજબ ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્બનાઓએ એલ.સી.બી ૧, એલ.સી.બી.-૨, એસ.ઓ.જી. તથા સેકટર-૭ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તૈયાર કરેલ અને જે ટીમો દવારા ગુન્હાની જગ્યાથી લઇ તે રૂટ ઉપર આવતા તમામ જગ્યાઓના સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ઘરવામાં આવેલ.સી.સી.ટી.વી. ફુટેજ તથા ગ્રાઉન્ડ સર્વેલન્સ આધારે તપાસ કરતા મરણ જનારને ગોળી મારનાર બે ઇસમો પલ્સર બાઇક નં.જીજે ૧૮ બીએ ૮૨૭૨ ઉપર આવેલ હોવાનુ જણાઇ આવેલ, અને આ ખુન કર્યા બાદ થોડા આગળ જતા આ બાઇક સ્લીપ થઇ ગયેલા હોવાની માહીતી મળેલ. જેથી તાત્કાલીક તે જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાંથી ગુન્હામાં વપરાયેલ દેશી હાથ બનાવટનું હથિયાર (પીસ્ટલ) મળી આવેલ, જેની કિ.રૂ. ૫૦૦૦/-ની ગણી કબ્જે કરવામાં આવેલ અને તપાસનો દોર ચાલુ રાખેલ.આ મોટર સાયકલ ચાલકો પેથાપુર રુટ થઇ ઇન્દ્રોડા ગામે આવેલ હોવાનું જણાઇ આવેલ જેથી વિવિધ સ્થળોએ તપાસ કરી તેઓ કઇ બાજુથી આવ્યા હતા તે અંગે ખરાઇ કરતા આરોપીઓ મૃતકના પત્નિના પિયર ચરાડુ ગામ થતુ હોઇ તે તરફથી આવેલ હોવાનું તપાસ દરમ્યાન સ્પષ્ટ થયેલ જેથી મૃતકના પત્નિ બેકગ્રાઉન્ડ બાબતે તપાસ કરતા બાતમીદારોથી જાણવા મળેલ કે મૃતક પત્નિ પ્રેમીલાના જીતેન્દ્ર કિરીટભાઇ પટેલ રહે. ગોઝારીયા નાઓ સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળેલ જેથી ખાનગી રાહે જીતેન્દ્ર કીરીટભાઇ પટેલની તપાસ કરતા તેના હાથના ભાગે ઇજા થયેલ હોઇ તે ઇજા બનાવ સમયે ભાગતી વખતે મોટર સાયકલ સ્લીપ થઇ જતા પડવાથી થયેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ માનવાને કારણ હોઇ તેને લાવી યુકતીપ્રયુકિત થી પુછપરછ કરતા પોતે આ ગુન્હો પોતાના ફ્રેબીકેશનના ધંધામાં સાથે કામ કરતા જૈમીન ભરતભાઇ રાવળ રહે. ગોઝયારીયા સાથે મળી કરેલ હોવાની કબુલાત કરતા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોકત બંને ઇસમોની ઉંડાણ પૂર્વક અને યુકિત પ્રયુકિત પુછપરછ કરતા તેઓએ હકીકત જણાવેલ કે આ મરણ જનાર કિરણજી મકવાણાના લગ્ન મહેસાણા જીલ્લાના ગોઝારીયા તાલુકાના ચરાડુ ગામે થયેલ હોઇ અને આ જીતેન્દ્ર કિરીટભાઇ પટેલ ગોઝારીયા ચરાડુ રોડ ઉપર રહેતો હોઇ તેને મરણ જનારની પત્નિ સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હોઇ અને આરોપીને પોતાની પત્નિ પસંદ ન હોવાથી તે મૃતકની પત્નિ સાથે રહેવા ઇચ્છતો હતો, પરંતુ આ પ્રેમ સબંધમાં કિરણજી વિરાજી મકવાણા વચ્ચે ખટકતો હોવાથી તેને હંમેશ માટે હટાવવા સારૂ ખુન કરવાનું નકકી કરેલ, અને આ ખુન કરવા સારૂ તેણે અગાઉથી ગે.કા હથિયાર (પીસ્ટલ)ની ખરીદી કરેલ અને આ બાબતે તેના નોકર જમીનભાઇ ભરતભાઇ રાવળ રહે. પરામાં મંગુબા વાડીની બાજુમાં, ગોઝારીયા જી.મહેસાણાને જાણ કરેલ. મૃતકનું ખુન કર્યાના ત્રણેક દિવસ અગાઉ બંને આરોપીઓએ રેકી કરી મરણ જનારના નોકરીથી જવા આવવાના સમય તથા રૂટથી તેઓ વાકેફ થયેલ હતા.ત્યાર બાદ તા.૨૬/૦૯/૨૦૨૨ નારોજ ઉપરોકત કિરણજીનું ખુન કરવાનું નકકી કરી આ બંને આરોપીઓ પેથાપુર થઇ ઇન્દ્રોડા ગામે આવેલ અને ગામની બહાર નીકળવાના રસ્તા ઉપર ઉભા રહી તેના નિકળવાની રાહ જાેતા હતા. આ વખતે પલ્સર બાઇક જૈમીન રાવળ ચલાવતો હતો અને તેની પાછળ જીતેન્દ્ર પટેલ હથિયાર લઇ બેઠેલ હતો. દરમ્યાન મૃતક નોકરી જવા સારૂ ઘરેથી નિકળેલ, આ વખતે આરોપીઓએ તેનો પીછો કરી ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ ઉપર ટ્રાફીક ન હોઇ જે તક નો લાભ લઇ જીતેન્દ્ર કિરીટભાઇ પટેલે મૃતકને બરડામાં ગોળી મારેલ અને તેઓ ત્યાંથી ભાગવા જતા થોડે દુર ત્રણ રસ્તા પાસે બાઇક સ્લીપ થઇ જતા જીતેન્દ્ર પટેલને ઇજા થયેલ અને આ હથિયાર પણ તે જગ્યાએ પડી ગયેલ. ઉપરોકત ગુન્હામાં ઉપયોગમાં લીધેલ પલ્સર બાઇકની ખોટી નંબર પ્લેટ અગાઉથી આ જીતેન્દ્ર પટેલે તૈયાર કરાવેલ અને પલ્સરમાં લગાવેલ હોવાનું જણાઇ આવેલ છે. આ ગુન્હાની તપાસ શ્રી પરાગ ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર, સેકટર-૭ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે. ઉપરોકત બંને આરોપીઓ ઉપરાંત આ ગુન્હામાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ? જે તપાસ હાલ ચાલુમાં છે. આમ ઉપરોકત વણશોધાયેલ ખુનનો ગુન્હો ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ દવારા ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com