ગુજરાતમાં ભાજપનું ૨૭ વર્ષથી એકહથ્થું શાસન છે, જે વિકાસને આભારી છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના વિકાસ માટે અબજાે રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ,ત્યારે પહેલા કહેવાતું હતું કે દિલ્હીથી ૧૦૦ રૂપિયાની નોટ ગુજરાતમાં આવવા નીકળે એટલે ૨૦ રૂપિયા બની જતી, ત્યારે આ તમામ ભ્રષ્ટાચાર ના કાંણા હતા, ત્યાં મોદીજી અને શાહે બુચ મારી દીધું છે અને લીકેજ ન રહે તે માટે એમસીલ પણ મારી દીધી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીઓના બ્યુંંગલો વાગી રહ્યા છે, અનેક ઉમેદવારો મેદાને છે, ત્યારે ચૂંટણી લડવા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની શોધમાં અન્ય પક્ષો પણ છે, ત્યારે GJ-18 ભાજપમાં મહિલા માંથી પૂર્વ મેયર એવા રીટા પટેલ ઉર્ફ રીટા રબ્બર ગમે તેવું કામ હોય એટલે રબરની જેમ ઊભા થઈ જાય, ત્યારે બીજા ઉમેદવાર હર્ષાબા ધાંધલ છે, અટક ધાંધલ પણ ક્યારે ધમાલ કે ધાંધલ કરી નથી ,હર્ષાબા એટલે હસ્તે જખ્મ હોય તેમ હર હંમેશાં હસતો અને સેવા ભાવી ચહેરો ,બાકી અનેક અન્યાયોને પાર કરીને સેવા આપનારા હર્ષાબા, ત્રીજા નંબર ભારતીબેન શુકલ છે, જેઓ ભારતીબેન ભડાકા ,કડાકા થી પ્રચલિત છે ,વર્ષો જૂના કાર્યકર અને દરેક પક્ષના કાર્યકરોમાં બુલંદ હાજરી તેમની જાેવા મળે ,ચોથા ઉમેદવાર પ્રિયા પટેલ નામ પ્રિયા કામ જીયા, ત્યારે જાેવા જઈએ તો નવો ચહેરો છે ,પણ રેસમાં છે, શૈલાબેન ત્રિવેદી જેઓ નગરસેવક છે, નામ શૈલા કામ કર્યા અનેક મહિલા ભઇલાના ભાવનાબા ગોલ ત્યારે મતદારો, ગરીબો, શ્રમજીવીઓ માટે કામ કરવાની ભાવના ઊંચી, ભાવના બા ક્ષત્રિય છે. પ્રીતિ દવે જેઓ પૂર્વ નગર સેવક છે.પ્રવિણાબેન દરજી જેવો ૨ ટર્મ નગરસેવક રહી ચૂક્યા છે, સરોજબેન ઠાકોર, હિના પટેલ, પરાગી પંડ્યા જેઓ પૂર્વ નગર સેવક છે,ત્યારે અંડર કરંટ ભાજપ પ્રદેશમાં આટલા નામો તેમની પાસે ખાનગીમાં પહોંચ્યા હોવાની વિગતો સૂત્રો દ્વારા મળી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૩% મહિલાઓને આરક્ષણ હોય તેમ સૌથી વધારે મહિલાઓને ટિકિટ આપવાના મૂડમાં હોવાનું એક પ્રેસમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે જણાવતા અનેક મહિલાઓએ બાયોડેટા તૈયાર કરી દીધા છે ,ત્યારે જે મહિલાઓના નામ આવ્યા છે તેમાં અંડર ગ્રાઉન્ડ તપાસ પણ કરવામાં આવી છે કે ચૂંટણી લડવા ખર્ચથી લઈને સમક્ષ કરેલી છે, ત્યારે રીટાબેન પટેલ (રબ્બર) પાટીદાર સમાજમાંથી આવતા હોઇ તથા પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને પ્રદેશમાં કારોબારી સભ્ય છે તથા હર્ષાબા ધાંધલ પોતે ક્ષત્રિય અને કચ્છ કાઠીયાવાડ સમાજથી લઈને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કોરી સ્લેટ વાળા હર્ષાબા સૌરાષ્ટ્ર લોબીમાં જાેર મારી શકે તેમ છે, ભારતીબેન શુકલ વર્ષો જુના કાર્યકર અને પોતે બોર્ડ ડીરેક્ટર પુરવઠા ખાતામાં તથા ભાજપ મહિલા મોરચામાં શહેરમાં પ્રમુખ રહી ચૂક્યા છે, પોતે પ્રદેશ કારોબારી સભ્ય તથા લડાકુ મહિલા છે ,આનંદીબેનનાં ખાસ લીસ્ટમાં તેમનું નામ દોડતી મહિલા તરીકે બોલાય, પ્રિયા પટેલ યુવા ચહેરો અને મૃદુ અને શાંત સ્વભાવના છે પણ પટેલ પાવરનું લેબલ મોટું છે, શૈલાબેન ત્રિવેદી બ્રહ્મ સમાજમાંથી આવે છે, બ્રહ્મ સમાજમાં સારી એવી પકડ તથા પોતે નગરસેવક હોઇ અને ૨૪ કલાક ફોનની ઘંટડી રણકે તો ફોન ઉપાડવાનો, બ્રહ્મ સમાજનું વર્ચસ્વ GJ-18 ખાતે પણ મોટું છે, ભાવનબા ગોલ પોતે નગરસેવક તથા ક્ષત્રિય સમાજમાથી આવે છે, પ્રજાના વિકાસના કામો થી લઈને ક્ષત્રિય સમાજમાં પાવરફુલ મહિલા છે, પ્રવિણાબેન દરજી જેઓ ઓ.બી.સી સમાજથી આવે છે, પૂર્વ નગર સેવક અને ૨ ટર્મથી ચૂંટાતી મહિલા છે, પ્રીતિ દવે જે બ્રહ્મ સમાજનો ટેકો તથા પૂર્વ નગર સેવક છે, બિનવિવાદી મહિલા અને યુવા ચહેરો છે, સરોજબેન ઠાકોર જેઓ રિસોર્ટ પોતાનો છે અને પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, હિના પટેલ પણ પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંગઠનમાં એક્કો ધરાવે છે, હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ દૂર રહે છે, પરાગી પંડ્યા બ્રહ્મ સમાજથી આવે છે, પૂર્વ નગર સેવક અને આટલા વર્ષોમાં બ્રહ્મ સમાજને અને તે મહિલાને કશું જ મળ્યું નથી, ત્યારે બ્રહ્મ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી પટેલ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિયનું વર્ચસ્વ રહે તેમ છે, જાેવા જઈએ તો ઓબીસી સમાજની સંખ્યા વધુ છે, ઓ.બી.સી. નું પ્રભુત્વ પણ વધારે છે , ત્યારે ઓ.બી.સી.માંથી પણ મહિલાનું નામ વિચારણા હેઠળ આવે તો નવાઈ નહીં,
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા પુરુષને ટિકિટ આપે તેવી શક્યતા- સુત્રો,
આમ આદમી પાર્ટીમાંથી- મુકેશ પટેલ ( જમ્પર ) રણજીતસિંહ વાઘેલા, સૂર્યસિંહ ડાભી, અને અનાયાસે મહિલામાં જાેવા જઈએ તો રીના રાવલ પાવરફુલ છે ,પણ પ્રદેશ કક્ષાએ તેમને જવાબદારી સોંપી છે,
ભાજપમાંથી મહિલાઓમાંથી જાે ટિકિટ ની ફાળવણી કરે તો પટેલ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય માંથી પસંદગી થાય, પણ OBC સમાજની વસ્તી સૌથી વધારે છે,OBC તરફ જાે ભાજપ ફંટાય અને નજર નાખે તો લીડિંગ થઈ જાય, ત્યારે સરોજબેન ઠાકોર થી લઈને પ્રવિણાબેન દરજી પણ ર્ંમ્ઝ્ર સમાજમાંથી આવે છે,
હાલ રીટાબેન પટેલ ( રબ્બર) હર્ષાબા ધાંધલ, ભારતી શુકલ ( ભડાકા-તડાકા) શૈલાબેન ત્રિવેદી ( મહિલા ભઇલાના કામમાં જાગૃત મહિલા) પ્રિયા પટેલ (નવો ચહેરો)
ચૂંટણી લડવા અનેક મહિલાઓના બાયોડેટા તૈયાર, માંગો ત્યારે હાજર,