વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-૧ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું. ભાજપ હંમેશા ડબલ એન્જિન સરકારની વાત કરતી હોય છે પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આજે ખરા અર્થમાં વડાપ્રધાન મોદીની ડબલ એન્જિન ચૂંટણી રેલ જાેવા મળી છે.
ડબલ એન્જિન સરકારે વિકાસની ઝડપ વધારી, મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, આજે નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છા શક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારના કારણે વિકાસની ઝડપી વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ ૧ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યાં છે, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા છે. મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા છે. જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે. અહીં તેઓ સભાને સંબોધશે.
મેટ્રોની મુસાફરી કરી વિદ્યાર્થિની અને યુવતીઓ સાથે વાતચીત કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી. પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, છઈઝ્ર, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને છઁસ્ઝ્ર મેટ્રો સ્ટેશનોનું ઉદ્ધાટન કરવામાં આવશે.મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન ૩ કોચ વાળી છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો ૬ કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, ૩૨ ટ્રેન સેટ્સ, ૯૬ ટ્રેન કોચ, લંબાઈમાં ૨૨.૬ મી., પહોળાઈ ૨.૯૦ મીટર જ્યારે ઊંચાઈ ૩.૯૮ મીટર છે.બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે ૫ રૂપિયાથી ૨૫ રૂપિયાની વચ્ચે રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, ૨.૫ કિમીથી ૭.૫ કિમી સુધી રૂ.૧૦ , ૭.૫ કિમીથી ૧૨.૫ કિમીના રૂ. ૧૫, ૧૨.૫ કિમીથી ૧૭.૫ કિમીના રૂ. ૨૦, ૧૭.૫ કિમીથી ૨૨.૫ કિમી માટે ૨૫ રૂપિયા ભાડું ચૂકવવું પડશે.