૭મી થી ૧૦ દિવસ ની ગૌરવ યાત્રા, મોદી ૯ અને૧૦ આવશે, તે પછી તરત જ ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા

Spread the love


ગુજરાત માં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, તે સમયે જ ભાજપના ચાણક્ય એવા અમિત શાહે ચૂંટણી વ્યૂહરચનાનો મોરચો સાંભળી લીધો છે સાથે સાથે સરકાર અને સંગઠન ને તેજ ગતિએ દોડાવવા પ્રચાર કાર્યકમો પણ ગોઠવાઈ ગયા છે, જેમાં ૭ ઓક્ટોબર થી સળંગ૧૦ દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રા યોજાશે તે દરમિયાન વડાપ્રધાન મોદી પણ ૯ અને ૧૦ ગુજરાત આવશે.
ભાજપ ચૂંટણીમાં ગ્રાઉન્ડ પર પુરો એકશનમાં આવી જઈ ફાસ્ટ્રેક મોડ માં ઘર પર સુધી પહોંચવા ની કોશિષ કરશે,કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ થી લઈને સંગઠન ના પ્રમુખ૨સહિત ની જિલ્લા તાલુકા ની ટીમ ને કામે લાગવા ની સૂચના આપવામાં આવી છે, ઇલેક્શન મોડના પ્રથમ રાઉન્ડમાં તા.૭થી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા યોજાશે જે ૧૦ દિવસ સુધી ચાલશે, જેમાં કેન્દ્ર અને ગુજરાત ની વિવિધ યોજનાઓ થી વંચિત રહી ગયેલા ને તાત્કાલિક સહાય આપવામાં આવશે,
ગુજરાત ગૌરવ યાત્રામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૯-૧૦ ગુજરાત આવશે,તેઓ પણઅલગ અલગ સ્થળેથી પ્રચાર કરશે, તે પછી ભાજપ આગામી દિવસોમાં ‘સેન્સ’ની પ્રક્રિયાનું ટાઈમટેબલ પણ જાહેર કરશે.
અમીત શાહે તમામ શેડયુલ અંગે કોર કમીટીમાં ચર્ચા કરી હતી અને તમામ ને સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને મંત્રીઓ અને ભાજપના પ્રદેશ નેતાઓને સતત સંકલન રાખી ને પ્રચાર માધ્યમો મજબુત બનાવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com