ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ભલે કાયદા, નિયમો, પરિપત્રો, ઠરાવો અહીંથી નક્કી થતા હોય પણ બધી છટકબારી ના આઈડિયા પણ અહીંથી મળી જાય, કાયદા નિયમોને, ઘોળીને પીજતા અને ઐસી કી તૈસી સમજનારા ફાફડા જલેબી ચોળાફળીના વેપારીઓ તો દરેક ચાર રસ્તે, સર્કલો ઉપર નોરતાના પ્રથમ દિવસથી પંડાલો લગાવી દીધા છે, ત્યારે ઘ-૨ ચોકડી,સે-૨૪ ચોકડી, સેક્ટર-૨૧, થી લઈને બાપદાદાનું ખેતર હોય તેમ અરાજકતા ફેલાવી દીધી છે, ત્યારે મહાનગરપાલિકા ચૂપ બેસીને તમાશો જુએ છે ,આખરે ભોગવવાનું તો પ્રજા એ જ છે. અને ભાવમાં લૂંટમાર મચાવી દીધી છે ત્યારે પ્રથમ નોરતાથી લગાવેલા પંડારોના જે માફિયા છે, તેને કાયદો, નિયમો, મનપા ને ઐસી કી તૈસી સમજી રહ્યા છે, અને કહે છે કે શું ઉખાડી લેશે ? તોડે ? આવા શબ્દો મનપા સામે બોલી રહ્યા છે, ત્યારે મનપા આખા ગામની વહુ હોય તેમ લાજ કાઢીને ફરે છે,
ફરસાણના વેપારીઓએ દરેક સર્કલો, રોડ, રસ્તા ,નગરજનોની ચાલવાની ફૂટપાથ પર કબજાે જમાવી દીધો છે, ઠેર-ઠેર મંડપોના ચોપાટ ગોઠવાઈ ગયા છે, ત્યારે સેક્ટર- ૨૧ ખાતે પણ પાક્કા દબાણ વાળા વેપારીઓએ પણ ફૂટપાથોથી લઈને અનેક જગ્યાઓ દબાવી દેતા અને મોટામસ મંડપો ઠોકી દેતા નગરજનો રોડ,રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે, ત્યારે ટ્રાફિક શાખાએ ઝુંબેશ તો કરી, પણ સાથે સાથે મનપા દ્વારા આ ઝુંબેશને વેગ આપવા રોડ,રસ્તા,સર્કલો પર જે વાહનો બે ફિકર પાર્કિંગ થઈ રહ્યા છે, દુકાનો કરતા તગડા ભાવ લઈને માલામાલ બનેલા દર વર્ષે બાપની જગ્યા લખેલી મળી હોય તેમ કાયદા, નિયમોને નેવે મૂકીને જાણે રાફડા ફાટ્યા હોય તેવો મોહલ સર્જાયો છે, ત્યારે મનપાના મેયર ,ડેપ્યુટી મેયર ,ચેરમેન શ્રી, હવે કંઈક કાર્યવાહી કરો, પ્રજાત્રસ્ત છે, ગરબા માંથી મસ્ત તમે છો, ત્યારે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા હવે વ્યસ્ત બનો,
સે-૨૪,ઘ-૨ ચોકડી,ગ-રોડ,સે-૭,૨૧,ઘ-૫,સે-૨૪ ચોકડી, આ તમામ જગ્યાઓએ રોડ રસ્તા પર માંડવા ગેરકાયદે ઠોકી દેતા નગરજનો પરેશાન,
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી હવે કંઈક કરો, પ્રજાત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે તંત્ર મસ્ત બનીને બધાની જેમ આખા ગામની વહુ થઈને લાજ કાઢીને ફરે છે, અને કહે છે કે અમને આદેશ થાય તો કરીએ, બાકી ભલે અમારી બજાવે, ત્યારે હવે વેપારીઓની બજાઓ, પંડાલોના ગેરકાયદે રાફડા સામે વેપારીઓ કહે કે ફાફડા ખવડાવીને પતાવી દઈશું,
અધિકારીઓ આવે હાફળા-ફાંફળા, મંડપના રાફડાવાળા, ખવડાવી દેશે ફાફડા