અમદાવાદ
મુંબઈથી ગુજરાતના ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન સાથે ગુરુવારે એક દુર્ઘટના ઘટી. ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસોના ઝૂંડ સાથે અથડાઈ.અકસ્માત બાદ કેટલીક ભેંસોનું મૃત્યુ થયું તો ટ્રેનના એન્જિનનો કેટલોક ભાગ તૂટી ગયો.
વેસ્ટર્ન રેલવેના સીનિયર પીઆરઓ જે કે જયંતે જણાવ્યું કે અકસ્માત સવારે 11.15 વાગ્યે થયો. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેન મુંબઈથી ગાંધીનગર જઈ રહી હતી. ગૈરતપુર-વટવા સ્ટેશન વચ્ચે ટ્રેક પર એકાએક 3-4 ભેંસો આવી ગઈ. આથી ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું. જો કે, ટ્રેનમાં આથી કોઈ ખરાબી થઈ નથી. પ્રાણીઓને અવશેષો ખસેડ્યા બાદ 8 મિનિટ પછી ટ્રેનને આગળ ચલાવવામાં આવી અને સમયસર ગાંધીનગર પહોંચી. તેમણે કહ્યું કે રેલવે તરફથી આસપાસના ગામડામાં લોકોને સમજાવવામાં આવે છે કે ટ્રેકની આસપાસ પ્રાણીઓને ખુલ્લા ન છોડવા.
30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી હતી. નવા અપગ્રેડ સાથે આ ટ્રેન મેક્સિમમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જો કે, હાલ આની મેક્સિમમ ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની નક્કી કરવામાં આવી છે.ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મુંબઈ દરમિયાન અઠવાડિયામાં છ દિવસ ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ 519 કિલોમીટરનું અંતર સાડા છ કલાકમાં કાપે છે. રવિવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડતી આ 20901 ડાઉન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી સવારે 6.10 વાગ્યે રવાના થાય છે. ટ્રેન 8.50 વાગ્યે સૂરત પહોંચે છે અને 8.53 વાગ્યે નીકળીને 10.20 વાગ્યે વડોદરા પહોંચે છે. પાંચ મિનિટના હૉલ્ટ પછી 10.25 વાગ્યે નીકળીને 11.35 વાગ્યે અમદાવાદ અને 11.40 વાગ્યે નીકળીને 12.39 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચે છે.રિટર્નમાં 20902 અપ ગાડી ગાંધીનગર કેપિટલથી બપોરે 2.05 વાગ્યે નીકળીને 2.45 વાગ્યે અમદાવાદ, પાંચ મિનિટના હૉલ્ટ પછી 4 વાગ્યે વડોદરા અને પછી 5 મિનિટના હૉલ્ટ બાદ સાંતે 5.40 વાગ્યે સૂરત પહોંચે છે. સૂરતથી 5.43 વાગ્યે રવાના થઈને રાતે 8.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડે છે.