ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે ચૂંટણીના ઘણા સમય પહેલા જ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા, જે બતાવે છે કે આમ આદમી પાર્ટીની અંદર નિર્ણય લેવાની હિંમત અને ક્ષમતા છે: ગોપાલ ઈટાલિયા
હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર, ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી દોલત પટેલ,સાણંદમાંથી કુલદીપસિંહ વાઘેલા, વટવામાંથી બીપીનભાઇ પટેલ, કેશોદથી રામજીભાઈ ચુડાસમા,ઠાસરાથી નટવરભાઈ રાઠોડ,શહેરામાંથી તખતસિંહ સોલંકી,પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પરથી દિનેશભાઈ બારીયા,ગરબાડા વિધાનસભામાંથી શૈલેષભાઈ ભાંભોર, લિંબાયત વિધાનસભામાંથી પંકજભાઈ તાયડે,નવસારીની ગણદેવી સીટ પરથી પંકજભાઈ એલ.પટેલને જાહેર કર્યા છે.
અમદાવાદ
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે એક મજબૂત વિકલ્પના સ્વરૂપે આગળ વધી રહી છે. જનતા અરવિંદ કેજરીવાલની ગેરંટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના વિચારો સાથે જોડાઈ રહી છે. એમ કહી શકાય કે ગુજરાતમાં એક ક્રાંતિ આવી ગઈ છે. હજારો લોકો આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી રહ્યા છે. જે બતાવે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની એક મજબૂત હાજરી નોંધાવી ચૂકી છે. જનતાએ હવે નક્કી કરી લીધું છે કે તે ભાજપને કરારો જવાબ આપશે. ઘણા વર્ષોથી શિક્ષણ, સ્વાસ્થ, રોજગાર, વીજળી, પાણી, રોડ, રસ્તાઓ જેવા કામો ઉપર ક્યારેય ચર્ચા પણ નથી થઈ ત્યારે જનતા આ વખતે ઈચ્છા છે કે ગુજરાતમાં પણ દિલ્હીની જેમ સ્કૂલો બનવી જોઈએ. જેમ દિલ્હીમાં મફત વીજળી મળે છે એમ મફત વીજળી પણ મળવી જોઈએ. દિલ્હી અને પંજાબમાં જેમ આમ આદમી પાર્ટીની સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો એવી રીતે ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ. આમ આદમી પાર્ટીના જે કંઈ પણ વિચારો છે એને જનતાનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. અને પાછલા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા 29 જેટલા ઉમેદવારો ત્રણ યાદીના માધ્યમથી જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે ચૂંટણીના ઘણા સમય પહેલા જ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા. જે બતાવે છે કે આમ આદમી પાર્ટીની અંદર નિર્ણય લેવાની હિંમત અને ક્ષમતા છે. જે બતાવે છે કે આમ આદમી પાર્ટી અગ્રેસર છે.આમ આદમી પાર્ટી પાસે મજબૂત ઉમેદવારો પણ છે. જે બતાવે છે કે આમ આદમી પાર્ટી પાસે સક્ષમ અને તાકાતવર સંગઠન પણ છે.
અગાઉ અમે જેટલા જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે તે તમામ ઉમેદવારોને ગ્રાઉન્ડ ઉપરથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જનતા એમને ભરપૂર સમર્થન આપી રહી છે. અને એમ ઈચ્છી રહી છે કે આ વખતે એક મોકો આપવો છે. જ્યારે જનતાનો આટલો બધો પ્રેમ અને વિશ્વાસ અમને મળી રહ્યો છે ત્યારે વધુ એક યાદી સાથે આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારો જાહેર કરવા જઈ રહી છે. ભૂતકાળની યાદીઓમાં પણ આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીએ નોન-પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવતા, સાધારણ પરિવારના વ્યક્તિઓને પણ ટિકિટ આપી છે અને તમામ વર્ગના લોકોને ટિકિટ આપવાની કોશિશ કરી છે. આજે જ્યારે અમે આ ચોથી યાદીના માધ્યમથી ઉમેદવારો જાહેર કરીએ છીએ ત્યારે મારે ગર્વથી કહેવું છે કે આમ આદમી પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ જેઓ વર્ષોથી પાર્ટી માટે કામ કરતા હોય તેમનો કોઈ પણ રાજકીય ઇતિહાસ ના હોય, એકદમ સાધારણ ઘરના વ્યક્તિ હોય પરંતુ દેશ અને સમાજ માટે કંઈક કરવાની જબરજસ્ત ભાવના હોય એવા લોકોને આજે આમ આદમી પાર્ટી દ્વારા મોકો આપવામાં આવે છે. જનતા અને કાર્યકર્તાઓ આ નિર્ણયને ખૂબ વધાવી રહ્યા છે.
આજની ઉમેદવારોની યાદી પ્રમાણે હિંમતનગર વિધાનસભામાંથી નિર્મલસિંહ પરમારને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. તેઓ વ્યવસાયે નિવૃત્ત આચાર્ય હતા. તેઓ શિક્ષકની ભૂમિકામાંથી સમાજસેવા તરફ આગળ વધ્યા હતા.
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી દોલત પટેલ નામના યુવાનને પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે. તેઓ એક યુવા બિઝનેસમેન છે અને સમાજ સેવામાં તેમનું ખૂબ જ સારું યોગદાન છે.
સાણંદ વિધાનસભામાંથી કુલદીપસિંહ વાઘેલાને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે છે. તેઓ એક યુવા છે અને સંપૂર્ણપણે બિનનરાજકીય બેકગ્રાઉન્ડથી આવે છે. તેઓ વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને યુવાનો માટે તથા સમાજમાં તેમનું ખૂબ જ સારું યોગદાન છે
વટવા વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના જુના કાર્યકર્તા બીપીનભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. બીપીનભાઈ વ્યવસાયે એક ગારમેન્ટની દુકાન ચલાવે છે.
અમરાઈવાડી મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના જુના સાથી અને અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલ ભરતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
જૂનાગઢની કેશોદ વિધાનસભાથી રામજીભાઈ ચુડાસમાને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે. તેઓ એક સામાજિક આગેવાન છે અને કોળી સમાજના વિવિધ સંગઠનો સાથે જોડાયેલા છે. ભૂતકાળમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે પણ કામ કરી ચૂક્યા છે.
ઠાસરા વિધાનસભાથી નટવરભાઈ રાઠોડને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે છે. તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને સામાજિક રીતે પોતાનું ખૂબ જ સારું યોગદાન આપી ચૂક્યા છે અને રાજકીય ક્ષેત્રે પણ ઘણા સમયથી સક્રિય છે.
શહેરા વિધાનસભામાંથી તખતસિંહ સોલંકીને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે. તેઓ શહેરા વિસ્તારમાં ખૂબ જ મજબૂત આગેવાન છે અને ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે.
પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પરથી દિનેશભાઈ બારીયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. દિનેશભાઈ વ્યવસાયે કલાના શિક્ષક છે. દુનિયામાં કલાનું જ્ઞાન ફેલાય એ માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે.
ગરબાડા વિધાનસભામાંથી શૈલેષભાઈ ભાંભોર ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. શૈલેષભાઈ પાર્ટીના એક સક્રિય કાર્યકર્તા છે .
લિંબાયત વિધાનસભા માંથી પંકજભાઈ તાયડેને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઘોષિત કરે છે. પંકજભાઈ વેપારી છે અને સામાજિક, ધાર્મિક અને સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. લિંબાયત મતવિસ્તારમાં પંકજભાઈ લોકોની પસંદગીનું નામ છે.
નવસારીની ગણદેવી સીટ ઉપરથી પંકજભાઈ એલ પટેલને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે છે. તેઓ આદિવાસી સમાજના યુવાન લીડર છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સામાજિક ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે અને તેઓ એક આંદોલનકારી યુવાન છે .જનતા આમ આદમી પાર્ટીના આ નિર્ણયની ખૂબ જ સારી રીતે પ્રશંસા કરી રહી છે, વખાણી રહી છે અને સહયોગ આપી રહી છે. તે બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. આ વખતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ચાલવાની છે તે જનતા તરફથી ક્લિયર મેસેજ છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે અને પરિવર્તન આવવાનું છે.