આરોપી વિનોદ ઉર્ફે ગલીયો ઉર્ફે રોબીન,દિપક ઉર્ફે દિપુ
આરોપીની તપાસ દરમ્યાન તેની પાસેની બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ ૨ કિં.રૂ.૫૦,૦૦૦/-, જીવતા કાર્ટીસ નંગ-૧૧ કિં.રૂ.૧૧૦૦/-, સ્ટાટરના કાર્ટીસ નંગ ૨૧ કિં.રૂ. ૧૦૫૦/-, હથિયાર રાખવાની બેગ-૧ કિં.રૂ.૫૦૦/- તથા કપડાની બેગ કિ.રૂ.૧૦૦/- મળી કુલ્લે કિં.રૂ. ૫૨,૭૫૦/- નો મુદ્દામાલ મળ્યો હતો.
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.દેસાઇની ટીમ, દ્વારા ગેકાયદેસર હથિયારો રાખતાં આરોપી વિનોદ ઉર્ફે ગલીયો ઉર્ફે રોબીનને બાપુનગર ભગવતી હોટલ પાસે જાહેરમાંથી ઝડપી લીધો હતો.આરોપીની તપાસ દરમ્યાન તેની પાસેની બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ ૨ કિં.રૂ.૫૦,૦૦૦/-, જીવતા કાર્ટીસ નંગ-૧૧ કિં.રૂ.૧૧૦૦/-, સ્ટાટરના કાર્ટીસ નંગ ૨૧ કિં.રૂ. ૧૦૫૦/-, હથિયાર રાખવાની બેગ-૧ કિં.રૂ.૫૦૦/- તથા કપડાની બેગ કિ.રૂ.૧૦૦/- મળી કુલ્લે કિં.રૂ. ૫૨,૭૫૦/- નો મુદ્દામાલ મળ્યો હતો.જે અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બીમાં આર્મ્સ એકટ ૨૫(૧)(બી-એ),૨૯ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ બંન્ને પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ દિપક ઉર્ફે દિપુ દેવેન્દ્રસિંહ શ્રીવાસ, રહે.જમનાદાસની ચાલી, કવિનગર, પટેલવાડી, બાપુનગરની પાસેથી દોઢેક વર્ષ પહેલાં રૂપિયા ૪૦,૦૦૦/માં ખરીદ કરેલ હોવાનું કહ્યું હતું.આ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ પિસ્ટલ તથા કાર્ટીસ આપનાર આરોપી દિપક ઉર્ફે દિપુ દેવેન્દ્રસિંહ શ્રીવાસને પણ બાપુનગરથી પકડી પાડયો છે. આરોપી પિસ્ટલ તથા કાર્ટીસ મુરેના મધ્યપ્રદેશથી લાવ્યો હતો જે અંગે પો.સબ.ઇન્સ. જી.આર.ભરવાડ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ગુનાહિત ઇતિહાસ:
આ કામે આરોપી વિનોદ ઉર્ફે ગલીયો ઉર્ફે રોબીન અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશન તથા વસ્ત્રાપુર પોલીસ સ્ટોશનમાં વાહન ચોરી તથા બાપુનગર પોલીસ સ્ટેશનમાં મારામારી લુંટ, તથા ઇગ્લીશ દારૂના ઘણા ગુનામાં પકડાયેલ છે. તેમજ તાજેતરમાં શેરકોટડા પોલીસ સ્ટેશનમાં ખુનની કોશીષના ગુનામાં પકડાયેલ અને પાંચેક દિવસ પહેલાં જેલમાંથી છુટેલ છે. આરોપી અગાઉ ૪ વખત પાસા હેઠળ જેલમાં જઇ આવેલ છે.